લો બોલો / પોન્ડીચેરીમાં 70 વર્ષીય વૃદ્ધાએ મંદિર બહાર ભીખ માગીને અઢી લાખ રૂપિયા ભેગા કર્યા

Beggar woman found with Rs 15,000 cash, Rs 2 lakh in bank account in Puducherry

  • વૃદ્ધાની બેગમાં 15 હજાર રૂપિયા રોકડા અને બેન્કમાં 2 લાખ રૂપિયા  હતાં

Divyabhaskar.com

Nov 07, 2019, 11:27 AM IST

પોન્ડીચેરી: પોન્ડીચેરી શહેરમાં મંદિરની બહાર ભીખ માગતા વૃદ્ધાએ ભેગા કરેલા રૂપિયાનો આંકડો સાંભળીને પોલીસ ચકરાવે ચડી ગઈ હતી. આ મહિલાએ મંદિરની બહાર ભીખ માગીને કુલ અઢી લાખ રૂપિયા ભેગા કર્યા છે.

70 વર્ષીય વૃદ્ધાનું નામ પર્વાથમ છે. મંદિરના અધિકારીએ તેને મંદિરની બહાર ભીખ માંગવાની ના પાડીને જગ્યા ખાલી કરવા કહ્યું હતું. પણ આ વૃદ્ધા એકનાં બે ન થયાં અને અંતે પોલીસને બોલાવવી પડી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલા પાસે રહેલી બેગ ચેક કરી તો તેમાંથી 15 હાજર રૂપિયા રોકડા મળ્યા. આ ઉપરાંત થેલીમાં એક પાસબુક પણ હતી, જેમાં બેન્ક બેલેન્સ 2 લાખ રૂપિયા હતું. વૃદ્ધા પાસે આધારકાર્ડ પણ હતું. વૃદ્ધાએ પોલીસે વૃદ્ધ ભિખારીના પરિવારને જાણ કરી તેને તેનાં ઘરે મોકલી દીધાં છે.

X
Beggar woman found with Rs 15,000 cash, Rs 2 lakh in bank account in Puducherry
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી