મધ્ય પ્રદેશ / 13 આર્ટિસ્ટે ભેગા થઈને 2 લાખ પ્લાસ્ટિકની બોટલનાં ઢાંકણામાંથી બાપુનું પોર્ટ્રેટ બનાવ્યું

  • આ માટે તેમને 2 દિવસનો સમય લાગ્યો હતો
  • કલાકારોને 6 મહિનાની મહેનત પછી આ કામમાં સફળતા મળી
  • આખી દુનિયામાં આટલું મોટું પોર્ટ્રેટ ઢાંકણામાંથી કોઈએ નથી બનાવ્યું તેવો કલાકારોએ દાવો કર્યો છે

Divyabhaskar.com

Nov 15, 2019, 03:21 PM IST

દેવાસ: મધ્ય પ્રદેશમાં દેવાસ શહેરમાં આર્ટિસ્ટ આનંદ પરમાર અને તેમના 12 સાથીઓએ ભેગા થઈને કુશાભાઉ ઠાકરે સ્ટેડિયમમાં ગાંધી બાપુની પ્રતિકૃતિ બનાવી છે. આ માટે તેમણે 2 લાખ પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાનો ઉપયોગ કર્યો છે.

આ પોર્ટ્રેટ બનાવવા પાછળનો એમનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક બેનનો સંદેશ આપવાનો છે. 13 અને 14 નવેમ્બર એમ બે દિવસમાં ભેગા થઈને તેમણે આ પોર્ટ્રેટ બનાવ્યું છે. કલાકારોએ દાવો કર્યો છે કે, પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાની મદદથી આખી દુનિયામાં આજ સુધી કોઈએ આટલું મોટું પોર્ટ્રેટ બનાવ્યું નથી. આ પોર્ટ્રેટ 1500 વર્ગફુટમાં બનાવ્યું છે. 6 મહિનાની મહેનત પછી પ્લાસ્ટિકની બોટલનાં ઢાંકણામાંથી આ તૈયાર કરવામાં સફળતા મળી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી