રાજસ્થાન / પુષ્કર મેળામાં 2,150 મહિલાઓએ એક સાથે ઘૂમર ડાન્સ કરીને રેકોર્ડ સર્જ્યો

At Pushkar mela, 2,150 women made a record by performing ghoomer dance together
At Pushkar mela, 2,150 women made a record by performing ghoomer dance together

  • જોધપુરનો રેકોર્ડ તોડીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું

Divyabhaskar.com

Nov 09, 2019, 11:50 AM IST

પુષ્કર: આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં ઘૂમર ડાન્સે નવો ઇતિહાસ સર્જી દીધો. મેળા મેદાનમાં ગુરુવારે રાજસ્થાની પરિધાનમાં સજેલી-ધજેલી 2,150 મહિલાઓએ એક સાથે ઘૂમર લોકનૃત્ય કરીને સૌથી મોટા ઘૂમર ડાન્સનો વિક્રમ સર્જ્યો. પુષ્કરની મરુભૂમિમાં આયોજિત આ લોકનૃત્યએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. કલેક્ટર વિશ્વમોહન શર્માને આ અનોખા અને સફળ આયોજન બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના ખિતાબથી નવાજાયા. ઐતિહાસિક ઘૂમર નૃત્યની તૈયારીઓ એક મહિનાથી ચાલી રહી હતી. વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમ સંપૂર્ણપણે ગુપ્ત રખાયો. ડાન્સ કોરિયોગ્રાફી સ્મિતા ભાર્ગવે કરી. તેમણે નૃત્યમાં ભાગ લેનારી મહિલાઓને ડાન્સના વીડિયો તૈયાર કરીને મોકલ્યા, જે જોઇને મહિલાઓ સ્ટેપ્સ શીખી.

જોધપુરનો રેકોર્ડ તોડ્યો
પુષ્કરમાં 2,150 મહિલાઓના ઘૂમર ડાન્સે જોધપુરનો રેકોર્ડ તોડ્યો. અગાઉ જોધપુરમાં 1,750 મહિલાઓએ કરેલા ઘૂમર ડાન્સને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું હતું.

X
At Pushkar mela, 2,150 women made a record by performing ghoomer dance together
At Pushkar mela, 2,150 women made a record by performing ghoomer dance together

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી