તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Alabama's Governor Kyi Eave Signed The 'Chemical Castration' Bill

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાના એલબેમા રાજ્યમાં બાળકોનું યૌન શોષણ કરનારા આરોપીને નપુંસક બનાવવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવો કાયદો ઘડનાર અલ્બામા અમેરિકાનું પ્રથમ રાજ્ય છે
  • વર્ષ 2011થી ઇન્ડોનેશિયામાં આ સજા આરોપીને ફટકારવામાં આવે છે 
  • દવાનો ખર્ચો પણ આરોપીએ જ ઉઠાવવાનો રહેશે

અજબ-ગજબ ડેસ્ક: બાળકોના યૌન શોષણના કિસ્સા માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં વધી ગયો છે. આ ક્રાઇમનો વધારો જોઈને અમેરિકાના એલબેમા રાજ્યએ અનોખો કડક કાનૂન ઘડ્યો છે. આ કાનૂન પ્રમાણે બાળકોનું યૌન શોષણ કરનારા આરોપીને નપુંસક બનાવી દેવામાં આવશે. આ પ્રકારનો કાયદો ઘડનારું એલબેમા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ઇન્જેક્શનનો ખર્ચો પણ આરોપી કરશે
આ નિયમમાં જજ નક્કી કરશે કે, આરોપીને ક્યારે અને કેટલી માત્રામાં દવા આપવી. જોવાની વાત તો એ છે કે, દવાનો બધો ખર્ચો આરોપીએ જ ઉઠાવવાનો રહેશે. આ સ્ટેટમેન્ટ રિપબ્લિક પાર્ટીના પ્રતિનિધિ સ્ટીવ હર્સ્ટે પ્રસ્તુત કર્યું હતું.

ડર

ગવર્નર કાય ઈવેએ આ નિયમ વિશે કહ્યું કે, ભયાનક અપરાધ માટેની સજા પણ ભયાનક જ હોવી જોઈએ. હાલ અપરાધીઓના મનમાં ખરાબ કૃત્ય કર્યા પછી પણ કોઈ ડર હોતો નથી. ડર ન હોવાને કારણે જ આવા કિસ્સા વધી રહ્યા છે. યૌન શોષણની ભયાનક સજા સાંભળીને આરોપીઓ અપરાધ કરતા અટકી શકે છે.

નવા નિયમ પ્રમાણે આરોપીને મુક્ત કર્યાના એક મહિના પહેલાં દવાનું ઇન્જેક્શન આપવામાં આવશે. આરોપીને નપુંસક બનાવવા માટે તેના શરીરમાં બીજા હોર્મોન પણ ઉમેરવામાં આવશે.  તો બીજી તરફ અમેરિકાના ઘણા રાજ્યોએ આરોપીને નપુંસક બનાવવા રાસાયણિક દવાનાં ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે.

બીજા દેશોમાં આ કાયદો

ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયામાં આરોપીને નપુંસક બનાવવાની સજા ઘણા વર્ષો પહેલાં લાગુ કરાઈ છે. બાળ શોષણ કેસમાં આરોપીને નપુંસક બનાવવાની સજા દક્ષિણ કોરિયામાં વર્ષ 2011 અને ઇન્ડોનેશિયામાં વર્ષ 2016થી ફટકારવામાં આવે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ આ કાનૂન વિશે કહ્યું હતું કે, અમે બાળ યૌન શોષણ હિંસાના મામલે કોઈ વાત ચલાવી નહીં લઈએ. આ ગુનાની સજા આરોપીને મળીને જ રહેશે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો