કોટા: કેરળ પછી રાજસ્થાનમાં 75 વર્ષીય વૃદ્ધાએ આઈવીએફ પ્રોસેસથી શનિવારે બેબીગર્લને જન્મ આપ્યો છે. આ વાત રવિવારે ડોક્ટરે કન્ફર્મ કરી હતી. કોટા શહેરની વૃદ્ધાને માત્ર એક જ ફેફસું કાર્યરત છે. આ બેબી ગર્લનો જન્મ સમય કરતાં પહેલાં થયો હોવાથી તેનું વજન માત્ર 600 ગ્રામ છે, જેને હાલ ન્યુબોર્ન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર અર્થે રાખવામાં આવી છે.
મહિલાને IVF પ્રોસેસથી પોતાનું સંતાન જોઈતું હતું
શહેરની હોસ્પિટલના ડોક્ટર અભિલાષા કિંકરે કહ્યું કે, 75 વર્ષીય મહિલાએ આની પહેલાં એક બાળકને દત્તક લીધેલું છે, પણ તેને પોતાનું બાળક જોઈતું હતું. આથી, ડોક્ટરે તેમને આઈવીએફ પદ્ધતિ વિશે સમજાવતા તે તૈયાર થઈ ગયા હતા. તેને જીવનમાં એકવાર IVF પ્રોસેસ ટ્રાય કરવી હતી.
અનેક ચેલેન્જ છતાં હાર ન માની
સાડા છ મહિના પછી જન્મેલી બેબી મેડીકલી અને ફિઝીકલી વીક છે. એટલું જ નહીં પણ આ મહિલાને માત્ર એક જ ફેફસું કાર્યરત છે, જે એક મોટું ચેલેન્જ હતું. 75 વર્ષીય મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી, પણ ખેડૂત પરિવારની આ વૃદ્ધાએ આઈવીએફથી બાળકીને જન્મ આપીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.