વર્લ્ડ રેકોર્ડ / એથ્લિટ જોસેફે બરફના બોક્સમાં બે કલાક બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લોકોએ કહ્યું- આ મૂર્ખામી છે

Divyabhaskar.com

Aug 12, 2019, 06:27 PM IST

વિયેના: ઓસ્ટ્રિયાના એથ્લિટ જોસેફ કોઈબર્લે શનિવારે 2 કલાક, 8 મિનિટ અને 47 સેકન્ડ સુધી આઈસ ક્યૂબ્સ ભરેલા બોક્સમાં બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ દરમ્યાન તેણે માત્ર સ્વિમ સૂટ પહેર્યું હતું. જોસેફ પહેલાં 2014માં ચાઈનીઝ એથ્લિટ જિન સોંગહાઓના નામે આ રેકોર્ડ હતો. તેણે 53 મિનિટ, 10 સેકન્ડ સુધી બરફમાં બેસીને આ રેકોર્ડ બનાવ્યો હતો. જોસેફે વર્લ્ડ રેકોર્ડ વિયેનાના મેન સ્ટેશનમાં બનાવ્યો, જેમાં તે આઈસ ક્યૂબ્સ ભરેલાં પારદર્શક બોક્સમાં બેઠો હતો. તેના ખભા સુધી બરફ હતો.

રેકોર્ડની પહેલા અને પછી બોડી ટેમ્પરેચર ચેક કર્યું
રેકોર્ડના બે કલાક દરમ્યાન એક ડોક્ટરની ટીમ તેનું બોડી ટેમ્પરેચર ચેક કરતી રહેતી હતી અને રેકોર્ડ પૂરો થયા બાદ તેનું ફૂલ બોડી ચેક અપ કરવામાં આવ્યું. જોસેફે કહ્યું કે, ‘હું હજુ વધુ સમય માટે બરફમાં બેસી શકતો હતો, પરંતુ મને એ જરૂર લાગ્યું નહીં. માટે હું બે કલાક રહીને બહાર આવી ગયો. હવે હું મારો રેકોર્ડ તૂટે એની રાહ જોઇશ.’

અમુક લોકોએ આને મૂર્ખામી ગણાવી
જોસેફ રેકોર્ડ બનાવીને ઘણો ખુશ હતો પરંતુ અમુક લોકો આ રેકોર્ડથી જરાપણ ખુશ ન હતા. અમુક લોકોએ જણાવ્યું કે, આ એકદમ મૂર્ખતાપૂર્ણ કામ છે. કોઈ પાગલ અને ગાંડી વ્યક્તિ જ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બે કલાક સુધી બરફના બોક્સમાં બેસી રહે. જોકે, આ પહેલીવાર નથી કે જોસેફે આવી રીતે બરફથી ભરેલા બોક્સમાં બેસવાનું પરાક્રમ કર્યું હોય. અગાઉ તે એક ટીવી શોમાં એક ચેલેન્જ માટે કલાક સુધી બોક્સમાં બેઠો હતો અને તે ચેલેન્જ સફળ થયા બાદ જ તેને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વિચાર આવ્યો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી