તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનના સ્ટીવ ફોરમેન હાર્ટ એટેક પછી મરતાં બચ્યા હતા, હવે બોડી બિલ્ડર છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ ગજબ ડેસ્કઃ લંડનના રહેવાસી 66 વર્ષીય સ્ટીવ ફોરમેન 4 વર્ષ પહેલાં ઇથોપિયામાં સિક્યોરિટી એડવાઇઝર તરીકે સેવારત હતા. એક દિવસ તેમને હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. 15 મિનિટ સુધી સ્ટીવના શ્વાસ રોકાઇ ગયા હતા, પરંતુ તેમને બચાવી લેવામાં આવ્યા હતા. મોતને તાળી આપીને પરત ફરેલા સ્ટીવના જણાવ્યા પ્રમાણે,'ઇથોપિયાના રણમાં કાર્ડિએક એરેસ્ટ બાદ જ્યારે મારી આંખો ઊઘડી ત્યારે હું કેન્યાની રાજધાની નાઇરોબીની એક હોસ્પિટલમાં પથારી પર હતો. કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકને લીધે ઓક્સિજનની કમીને કારણે મારા શરીરનાં મહત્ત્વપૂર્ણ ઓર્ગન, કિડની-લીવર ફેલ થઇ રહ્યાં હતાં. મારાં ફેફ્સાંમા લોહી ભરાઇ ગયું હતું. પેટનો 70 ટકા હિસ્સો લોહીથી ભરાઇ ગયો હતો. ઘણા મહિના સુધી મને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયો હતો.' સ્ટીવે વધુમાં જણાવ્યું હતું કે,'મારી આવી દયનીય દશા જોઇને ડૉક્ટરોએ પણ મારા બચવાની આશા છોડી દીધી હતી. ગળામાં નળી નાખેલી હોવાને કારણે હું બોલી પણ નહોતો શકતો. પણ સમજી બધું જ શકતો હતો. હું પત્ની, સંતાનો વિશે વિચારીને ખૂબ જ હેરાન-પરેશાન થઇ ગયો હતો અને ત્યારે જ મેં નક્કી કર્યું કે હું આ રીતે હારી ન શકું. કાર્ડિયાક રિહેબના વર્ગોમાં જોયું કે ઘણા લોકો તો મારા કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં છે. તેમને જોઇને મારી અંદર આશા જાગ્રત થઇ હતી. મેં ધીમે-ધીમે ચાલવાનું શરૂ કર્યુ હતું. પછી માઉન્ટેન બાઇક ચલાવી હતી અને હવે હું બોડી બિલ્ડર છું. રોજ 4 કલાક સુધી કસરત કરું છું અને લોકોને પણ જાગ્રત કરી રહ્યો છું.'
અન્ય સમાચારો પણ છે...