જાપાન / ચંદ્ર પર ચાલનારી સેલ્ફ ડ્રાઇવિંગ કાર, 2029માં ચંદ્ર પર જશે

Toyota is creating a crewed lunar rover for Japan’s space agency

divyabhaskar.com

Mar 13, 2019, 06:32 PM IST

ટોક્યો: જાપાનની સૌથી મોટી કાર કંપની ટોયોટા ચંદ્ર પર ચાલી શકે એવી કાર બનાવી રહી છે. છ વ્હીલવાળી આ સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં બે વ્યક્તિઓ 10,000 કિલોમીટર સુધી જઈ શકે છે. ટોયોટા આ કારને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી માટે તૈયાર કરી રહી છે. વર્ષ 2029 સુધીમાં આ કારને ચંદ્ર પર લઇ જવાની યોજના છે. અંતરિક્ષમાં જ્યાં મુસાફરો હશે ત્યાં આ કાર આપમેળે પહોંચી જશે.

કારની વિશેષતાઓ

  • આ કાર 6 મીટર લાંબી હશે.
  • કારની અંદર 13 વર્ગ મીટરની જગ્યા હશે.
  • લોકો પોતાનો અંતરિક્ષ સૂટ ઉતારીને આ કારમાં બેસી શકશે.
  • આ કાર બેટરીથી ચાલશે, જે સૌર ઊર્જાથી ચાર્જ થશે.
X
Toyota is creating a crewed lunar rover for Japan’s space agency
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી