તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ કોરિયામાં 31 ડિસેમ્બરે જન્મનારા બાળકો 1 જાન્યુઆરીએ 2 વર્ષના થઇ જાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ કોરિયામાં જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે તે એક વર્ષનું મનાય છે 
  • તેની ઉંમર તેના જન્મદિવસની વર્ષગાંઠના બદલે નવા વર્ષે વધી જાય છે 
  • આ રીતે ઉંમર ગણવાની રીત ચીનમાં શરૂ થઈ હતી

સિઓલ: દક્ષિણ કોરિયાના દેઈજિઓનમાં લિડોન્ગ કિલની બાળકીનો જન્મ 31 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો. સગા-સંબંધીઓ માતા પિતાને અભિનંદન આપ્યા પરંતુ બીજા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ ફરી શુભેચ્છા મળવાની શરૂ થઈ ગઈ. કારણ કે તેમની બાળકી બે વર્ષની થઈ ગઈ હતી. તમે વિચારી રહ્યા હશો કે આવું કઈ રીતે થાય? પરંતુ આ સાચું છે. કોરિયાઈ સંસ્કૃતિની વિશેષતા તેની ઉંમર ગણવાની પ્રણાલી છે. જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે તે એક વર્ષનું મનાય છે અને તેની ઉંમર તેના જન્મદિવસની વર્ષગાંઠના બદલે નવા વર્ષે વધી જાય છે. આ પ્રકારે 31 ડિસેમ્બરે જન્મેલું બાળક બીજા જ દિવસે બે વર્ષનું થઈ જાય છે. આથી કોરિયાઈ વ્યક્તિની જાહેર કરેલી ઉંમર પશ્ચિમી પરંપરા પ્રમાણે તેની ઉંમરથી 1 કે બે વર્ષ વધુ થઈ જાય છે. 

 

દક્ષિણ કોરિયામાં આ પરંપરાનો લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પ્રાચીન પરંપરાને કારણે ઉંમરનું બેવડાપણું ખતમ કરવું જોઈએ અને વૈશ્વિક સ્તરે લાગુ પડે એવી ઉંમર જ ગણાવી જોઈએ. હકીકતમાં આ રીતે ઉંમર ગણવાની રીત ચીનમાં શરૂ થઈ હતી. કોરિયામાં પણ તેનું અનુકરણ થયું. 

 

ઉંમર ગણવાની આ પરંપરા પૂર્વ એશિયાના દેશોમાં ચીન અને જાપાનમાં પણ હતી પરંતુ, બદલાતા સમય સાથે તેમણે આ પરંપરા ખતમ કરી નાખી. માત્ર કોરિયા જ આ પરંપરાને અનુસરે છે.