ફોટો / પોતાના બાળકની પહેલી તસવીર જન્મ આપતી વખતે માતાએ ખુદ ક્લિક કરી

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 01:43 PM
Photographer mother, 29, shoots her OWN son's birth
ન્યૂ યોર્ક: બાળક જન્મે ત્યારે તરત તેનો પહેલો ફોટો લેવાનો ટ્રેન્ડ છે. પરંતુ માતા જ જન્મ આપતી વખતે પોતાના બાળકનો ફોટો પડે એવું તમે નહીં સાંભળ્યું હોય. આવું અમેરિકામાં ન્યૂ યોર્કના હેમ્બર્ગ શહેરમાં બન્યું છે. ત્યાંની મહિલા ફોટોગ્રાફર તેના બાળકની પહેલી તસવીર ખુદ લેવા માગતી હતી. એટલા માટે તેણે બાળકના જન્મ સમયે તેનો ફોટો પડ્યો. તેણે બાળકનો જન્મ આપતો ફોટો પાડ્યો હતો. 29 વર્ષીય મહિલા ફોટોગ્રાફર મેગન માત્તિજોએ કહ્યું કે, કેમેરાનું બેલેન્સ કરવું મુશ્કેલ હતું. તે સમયે વધારે પીડા થઇ રહી હતી. ઓપરેશન દરમિયાન તેના પતિએ કેમેરો પકડ્યો હતો પણ જ્યારે ડોકટરે કહ્યું કે, હવે આ ફાઇનલ પુશ છે ત્યારે મેગને કેમેરો પોતાના હાથમાં લઇ લીધો. તેણે કેમેરાને પેટ પર રાખ્યો અને બાળકની વધારે તસવીરો લીધી. વેડિંગ ફોટોગ્રાફર મેગને એનો દીકરો 'ઇસ્ટન' જેવો બહાર આવ્યો કે તરત તેનો ફોટો લીધો. મેગનને તેના ઘણા ફ્રેન્ડે બાળકનો ફોટો લેવા માટે ઓફર કરી હતી પણ તે જાતે જ ફોટો લેવા માગતી હતી.

X
Photographer mother, 29, shoots her OWN son's birth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App