અમેરિકા / ગુજરાતની વાવ જેવો ટાવર 15 માર્ચથી ખૂલશે, એક હજાર કરોડના ખર્ચે તૈયાર થયો

divyabhaskar.com | Updated - Mar 13, 2019, 12:45 PM
Hudson yards's vessel tower will open on 15 march in New York
ન્યૂ યોર્ક: અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ગુજરાતમાં જોવા મળતી વાવની તર્જ પર એક અનોખો ટાવર તૈયાર કરવામાં આવ્યો છે. આ ટાવર પગથિયાવાળું છે.150 ફૂટ ઊંચા આ ટાવરમાં રેસ્ટોરન્ટ, એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર વગેરે છે. આ ટાવર 15 માર્ચથી ખૂલશે. તેના નિર્માણ પાછળ આશરે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટાવરનું નામ વેસેલ છે. હડસન નદીની પાસે હોવાથી તેને હડસન યાર્ડ્સ પણ કહે છે. હડસન યાર્ડ્સના ગ્રાન્ડ ઓપનિંગ પહેલાં જ 85 ટકા જેટલી દુકાનો ભાડે પણ અપાઈ ગઈ છે. આ મોલ વીજળી પણ જાતે જ પેદા કરે છે એટલે જો કદાચ આખા ન્યૂ યોર્કની વીજળી જતી રહે તો પણ અહીંની લાઈટો ચાલુ રહેશે. આ પ્રોજેક્ટ યુએસનું સૌથી મોટું પ્રાઈવેટ ડેવલપમેન્ટ છે. આ સમગ્ર હડસન યાર્ડ્સને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેથી તે એક વિશાળ શહેરની અંદર તમામ સુવિધાઓથી સજ્જ બીજું એક નાનકડું શહેર હોય તેવું જ લાગે. આ ટાવરને એવી રીતે ડિઝાઇન કરાયો છે કે, તે માનવનિર્મિત અને કુદરતી હોનારતો સામે રક્ષણ મેળવી શકે.

X
Hudson yards's vessel tower will open on 15 march in New York
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App