ગુજરાત / મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે ગુજરાતની સૌથી વિશાળ ઇકોફ્રેન્ડલી હોળી પ્રગટાવવામાં આવશે

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 01:47 PM
Gujarat's biggest Eco friendly Holi Dahan to be held at Siddhi Vinayak Temple in mahemdavad

  • આ હોળી 25 ફૂટ ઊંચી અને 17 ફૂટ પહોળી હશે
  • આ હોળીને પ્રગટાવવા માટે 1100 કિલો ઔષધિવાળાં લાકડાં અને 111 કિલો ગૌ માતાના ગોબરના છાણાનો ઉપયોગ કરવામાં આવશે
  • આ હોળીને કારણે આસપાસનો 10 કિ.મી.નો વિસ્તાર શુદ્ધ થવાનો દાવો

મહેમદાવાદ: મહેમદાવાદના સિદ્ધિ વિનાયક ખાતે હોળીના દિવસે ગુજરાતની સૌથી વિશાળ ઇકોફ્રેન્ડલી હોળી તૈયાર કરવામાં આવી છે. આ ઇકોફ્રેન્ડલી હોળીમાં 150 કિલોથી વધારે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવશે. તેમ જ આ હોળી 25 ફૂટ ઊંચી અને 17 ફૂટ પહોળી હશે. હોળીનાં દર્શન મંદિરના પ્રાંગણથી 5 કિલોમીટર દૂરથી કરી શકાશે. મંદિરના સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર પર્યાવરણને ધ્યાનમાં રાખીને છાણાં અને ઔષધિથી હોળી બનાવવામાં આવશે.

આ હોળીને પ્રગટાવવા માટે 1100 કિલો ઔષધિવાળાં લાકડાં અને 111 કિલો ગૌ માતાના ગોબરના છાણાનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે 551 શ્રીફળની આહુતિ આપવામાં આવશે. આ વિશાળ હોળીને કારણે આસપાસનો 10 કિ.મી.નો વિસ્તાર શુદ્ધ થવાનો દાવો. 25 ફૂટ ઊંચી ઇકોફ્રેન્ડલી હોળીમાં ગૂગળ, કપૂર, કમળ કાકડી, તેમ જ સૂકાં બીલીનાં ફળ, કેસૂડો, આંબો, ખાખરો, આસોપાલવ, જેવી વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવશે.

5 હજારથી વધુ લોકોને વ્યસનમુક્તિના શપથ લેવડાવાશે
મહેમદાવાદ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ દ્વારા ધર્મરક્ષણ યુવા શક્તિના 551 યુવાનો અને 5 હજારથી વધુ ઉપસ્થિત દર્શનાર્થીઓને સામૂહિક વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવશે.

X
Gujarat's biggest Eco friendly Holi Dahan to be held at Siddhi Vinayak Temple in mahemdavad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App