પંજાબ / 24 કલાક રોકાયા વગર સતત 173 કિલોમીટર દોડીને 'અલ્ટ્રા ટફમેન'નું ટાઇટલ જીત્યું

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 07:47 PM
Balraj Kaushik ran constant 173 km for 24 hours and won an Ultra Tuffman title

અમૃતસર: પટિયાલાના બલરાજ કૌશિક પંચકૂલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં 24 કલાક રોકાયા વગર દોડ્યા હતા. સતત 173 કિમી દોડીને તેણે 'અલ્ટ્રા ટફમેન'નું ટાઇટલ જીત્યું. કૌશિકે શનિવારે 9 માર્ચે સાંજે 6 વાગ્યે દોડવાનું શરૂ કર્યું અને બીજે દિવસે રવિવારે 10 માર્ચે સાંજે 6 વાગ્યે દોડવાનું બંધ કર્યું. આ દોડ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ટફમેન દ્વારા યોજાઈ હતી. જેમાં 24 કલાક, 12 કલાક, 6 કલાક અને 3 કલાકની રેસમાં 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જ્યારે 12 કલાકની રેસમાં પરવિન્દરે સતત 100 કિલોમીટર દોડીને રેસ જીતી.

શેર-એ-પંજાબ ટાઈટ્લના પણ વિજેતા
આ પહેલાં બલરાજ કૌશિક અમૃતસરથી ચંદીગઢ સુધી 200 કિલોમીટરનો દોડ પૂરી કરીને શેર-એ-પંજાબનું ટાઇટલ જીત્યું હતું. તેઓ દોડની તૈયારી કરવાની સાથે પંજાબના યુવાનોને નશો છોડવા માટે જાગૃત કરવાનું પણ કામ કરે છે.

X
Balraj Kaushik ran constant 173 km for 24 hours and won an Ultra Tuffman title
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App