ઇન્વેન્શન / 27 વર્ષીય યુવતીએ કલર બ્લાઇન્ડનેસ દૂર કરી શકે તેવા દુનિયાના પહેલા કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા

divyabhaskar.com

Mar 14, 2019, 01:08 PM IST
27 years old girl made world's first Contact Lenses for the Color Blind
ગેબ્રિઅલ માસોનેએ 2017માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી જે કલર બ્લાઇન્ડનેસને દૂર કરવા લોકોની જરૂરિયાત મુજબ ડેઇલી કોન્ટેક્ટ લેન્સ તૈયાર કરે છે 
ગેબ્રિઅલ માસોનેએ 2017માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી જે કલર બ્લાઇન્ડનેસને દૂર કરવા લોકોની જરૂરિયાત મુજબ ડેઇલી કોન્ટેક્ટ લેન્સ તૈયાર કરે છે 

 • ગેબ્રિઅલ માસોનેએ 2017માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી
 • કલરસ્મિથ લેબ કલર બ્લાઇન્ડનેસને દૂર કરવા લોકોની જરૂરિયાત મુજબ ડેઇલી કોન્ટેક્ટ લેન્સ તૈયાર કરે છે 
 • 2020 સુધીમાં આ કોન્ટેક્ટ લેન્સ તૈયાર થઇ જશે


કેનેડા: દુનિયામાં લાખો લોકો કલર બ્લાઇન્ડનેસ સામે લડી રહ્યા છે. કલર બ્લાઇન્ડનેસ એટલે કે રંગ અંધત્વથી પીડાતી વ્યક્તિ જુદા- જુદા રંગો વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. કેનેડામાં રહેતી 27 વર્ષીય ગેબ્રિઅલ માસોને આવી જ એક યુવતી છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે એણે એક અનોખી જ શોધ કરી છે. એણે કલર બ્લાઇન્ડનેસ દૂર કરી આપતા દુનિયાના પહેલા કોન્ટેક્ટ લેન્સ વિકસાવ્યા છે. ગેબ્રિઅલને બાળપણમાં જોવામાં તકલીફ પડતી હતી. એને સતત એવું થતું કે આ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળવું.

દૃઢ સંકલ્પે પ્રેરણા પૂરી પાડી
રસાયણશાસ્ત્રમાં ગ્રજ્યુએશન કર્યા પછી 2017માં ગેબ્રિઅલે કલરસ્મિથ લેબની સ્થાપના કરી. આ લેબ રંગ અંધત્વથી પીડાતા લોકોની જરૂરિયાત મુજબ યોગ્ય લેન્સ તૈયાર કરી આપે છે. હવે આ પ્રકરણ લેન્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે તેણે કેનેડાની સેન્ટ મેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યા છે.

2020 સુધીમાં આ કોન્ટેક્ટ લેન્સ તૈયાર થઇ જશે
હજુ આ લેન્સનું લોકો પર પરીક્ષણ કરવાનું બાકી છે. સફળ પરીક્ષણ બાદ કલર બ્લાઇન્ડ લોકોને વજનદાર અને ટિન્ટેડ (કલરની ઝાંયવાળા) ચશ્માં પહેરવાથી ચોક્કસ મુક્તિ મળી જશે. ગેબ્રિઅલે એક સ્થાનિક ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે અને તેની સેન્ટ મેરીની ટીમ આ લેન્સને બનાવવા માટે કોઇ રોકાણકારની શોધમાં છે. 2020 સુધીમાં આ કોન્ટેક્ટ લેન્સ તૈયાર થઇ જશે.

X
27 years old girl made world's first Contact Lenses for the Color Blind
ગેબ્રિઅલ માસોનેએ 2017માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી જે કલર બ્લાઇન્ડનેસને દૂર કરવા લોકોની જરૂરિયાત મુજબ ડેઇલી કોન્ટેક્ટ લેન્સ તૈયાર કરે છે ગેબ્રિઅલ માસોનેએ 2017માં કલરસ્મિથ લેબની સ્થાપના કરી જે કલર બ્લાઇન્ડનેસને દૂર કરવા લોકોની જરૂરિયાત મુજબ ડેઇલી કોન્ટેક્ટ લેન્સ તૈયાર કરે છે 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી