તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વની સૌથી મોટી મધમાખી મળી આવી, યુરોપમાં જોવા મળતી મધમાખીથી ચાર ગણી મોટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ મધમાખી 38 વર્ષ બાદ મોલુક દ્વીપમાં જોવા મળી
  • આ મધમાખીની પાંખો 6 સે.મી.અને ડંખ 2 સે.મી. લાંબો

જકાર્તા: ઇન્ડોનેશિયાના ઉત્તરીય મોલુક દ્વીપમાં વિજ્ઞાનીઓને એક જીવતી માદા મધમાખી મળી છે, જે ઉંદર જેટલી મોટી છે. આ મધમાખી યુરોપમાં જોવા મળતી મધમાખીથી ચાર ગણી મોટી છે. તેની પાંખો 6 સે.મી. લાંબી છે અને ડંખ 2 સે.મી. લાંબો છે. આ મહાકાય મધમાખી 'વેલેસ' નામથી ઓળખાય છે. તેને પહેલી વાર 1858માં બ્રિટનના પર્યાવરણવિદ આલ્ફ્રેડ રસેલ વેલેસે ઇન્ડોનેશિયાના બેકન દ્વીપ પર જોઇ હતી. તેથી તેમના નામ પરથી મધમાખીનું નામ વેલેસ રખાયું. જોકે, 1981 બાદ આ મધમાખી જોવા મળી નહોતી. એક મહિના અગાઉ એક અભિયાનમાં તે મોલુકમાં જોવા મળી. 

વિજ્ઞાનીઓએ કહ્યું- આ મધમાખીનું સંરક્ષણ-સંવર્ધન થવું જોઇએ
અભિયાન ટીમના વિજ્ઞાની એલી વિયાને કહ્યું કે, વેલેસ મધમાખી ખરેખર દુર્લભ પ્રજાતિની મધમાખી છે. ઇન્ડોનેશિયાના આ ભાગમાં આ મધમાખીના સંરક્ષણ અને સંવર્ધનનો ઝડપથી પ્રયાસ થવો જોઇએ. સ્થાનિક લોકો માટે આ ગર્વની વાત છે. વિજ્ઞાનીઓના આ અભિયાનને પર્યાવરણ જૂથ ગ્લોબલ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશને સમર્થન આપ્યું છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 25 લુપ્ત પ્રજાતિ બચાવવામાં મદદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો