ગાયો માટે ટોઈલેટ બનાવાયાં, જેથી એમોનિયાથી સર્જાતું પ્રદૂષણ ન ફેલાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નેધરલેન્ડના વિજ્ઞાનીનો અનોખો પ્રયોગ 
  • ગાયો ટોઈલેટ પોટનો ઉપયોગ શીખી રહી છે 
  • વાતાવરણમાં એમોનિયા ભળતું અટકશે 

અજબ-ગજબ ડેસ્ક:  નેધરલેન્ડમાં ગાયો માટે ટોઈલેટ બનાવાઈ રહ્યા છે, જેથી દેશમાં એમોનિયાથી સર્જાતું પ્રદૂષણ રોકી શકાય. તે અંતર્ગત વિજ્ઞાની હેન્ક હેન્સકેમ્પે ગાયો માટે નવી યુરિનલ ડિવાઇસ બનાવી છે. હેન્કના ફાર્મમાં આ ડિવાઈસની મદદથી રોજ 15થી 20 લીટર ગૌમૂત્ર એકત્રિત કરાય છે. તેમને એક પરીક્ષણ દ્વારા માલૂમ પડ્યું કે ગૌમૂત્રમાંથી નીકળતું એમોનિયા પર્યાવરણને પ્રદૂષિત કરે છે.

હેન્કે બનાવેલી ડિવાઈસ ખુલ્લા મેદાનમાં યુરિન કર્યા બાદ ઉત્પન્ન એમોનિયાની માત્રા અડધીથી પણ ઓછી કરી દે છે. હેન્કનું કહેવું છે કે જો લોકો શીખવે તો ગાય પણ ટોઈલેટનો ઉપયોગ કરતા શીખી જશે. આ ટોઈલેટ્સનું પરીક્ષણ ડોટિનચેમ શહેર નજીક એક ફાર્મમાં કરાઈ રહ્યું છે. અહીં 58માંથી 7 ગાય ટોઈલેટ પોટનો ઉપયોગ કરતા શીખી ગઈ છે. 

અન્ય સમાચારો પણ છે...