તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારે કરી હતી જમીન લેવાની જાહેરાત તો ચીનના એક ગામમાં લોકોએ રોડ પર લગાવી સ્ટ્રીટ લાઈટ્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામલોકોએ રોડ પર લગાવી હજારો સ્ટ્રીટ લાઇટ્સ - Divya Bhaskar
ગામલોકોએ રોડ પર લગાવી હજારો સ્ટ્રીટ લાઇટ્સ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના બેન્જિંગમાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં મેઇન રોડ પર દર ત્રણ મીટરે સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. આ દુનિયાનો સૌથી પ્રકાશિત રસ્તો છે, કારણ કે આ રોડ પર 1000થી પણ વધારે સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે. લોકોને જ્યારે ખબર પડી કે સરકાર તે રસ્તાવાળી જમીનને ખરીદવાની છે, ત્યારે ગામલોકોએ અહીં સ્ટ્રીટ લાઇટો લગાવવાની શરૂઆત કરી હતી. જેથી જ્યારે સરકાર તે હટાવે ત્યારે તેમને સારું વળતર મળે. જ્યારે હવે આ લાઇટો જ ગામલોકો માટે મુશ્કેલીરૂપ બની છે. 

રસ્તા પર લગાવી હજારો સ્ટ્રીટલાઇટ્સ
આ રસ્તો શાંક્શી પ્રોવિન્સથી તાઓજિયા જાય છે. સામાન્ય રીતે 30થી 50 મીટર દૂર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે છે. પણ આ રસ્તા પર દર ત્રણ મીટરે એક સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી છે. રાત્રે પ્રકાશ વધારે હોય તો લોકોને મુશ્કેલી ના પડે પરંતુ અહીં ચિત્ર આખું ઊંધું જ છે. આ લાઇટોને કારણે લોકોની તકલીફ વધી ગઈ છે. વધારે પ્રકાશ અને થાંભલાને કારણે તેમણે ઘણી સતર્કતા રાખવી પડે છે. 

લોભામણી લાલચમાં ફસાયા
ચાઇનીઝ મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ સ્ટ્રીટ લાઈટ વર્ષ 2016માં સરકારે આ જમીન લેવાની વાત કરી ત્યારે લગાવવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે આ જમીન શિયાન ઇન્ટરનેશનલ ટ્રેડ અને લોજિસ્ટિક પાર્ક બનાવવા માટે લેવામાં આવશે. જેમાં તેમણે એમ પણ કહ્યું હતું કે આ જમીનના માલિકને વધારે રૂપિયા આપવામાં આવશે. જેની જમીન પર બાંધકામ કરેલું હશે તેણે તોડાવવું પડશે અને તેનો પણ ખર્ચો સરકાર આપશે. આ લાલચમાં આવીને ગામલોકોએ અહીં સ્ટ્રીટ લાઇટ લગાવવાની શરૂઆત કરી હતી, જેથી તેમને વધારે રૂપિયા મળે. આ જાણીને બધા જ ગામલોકોએ સ્ટ્રીટ લાઇટ લગાવી હતી. 

ઓથોરિટીને પડી ગઈ ખબર
ઓથોરિટીને આ વાતની થોડા દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, તો તેમણે નોટિસ બહાર પાડી કહ્યું છે કે સ્ટ્રીટ લાઇટનો ખર્ચો વળતર તરીકે આપવામાં આવશે નહીં. જો કે, તેની ગામલોકો પર કોઇ અસર થઈ નથી.
 

અન્ય સમાચારો પણ છે...