તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

400 વર્ષ જૂના મંદિરમાં રોબોટ આપશે ઉપદેશ, જેથી યુવાનો બૌદ્ધ ધર્મ સમજી શકે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રોબોટ જાપાની ભાષામાં ઉપદેશ આપે છે પરંતુ તેને અંગ્રેજી અને ચાઈનીઝ ભાષામાં ભાષાંતર કરી શકાય છે
 • ક્યોટોના કોડાઈજી મંદિરમાં આ રોબોટને રાખવામાં આવ્યો છે

ક્યોટો: જાપાનના 400 વર્ષ જૂના એક બૌદ્ધ મંદિરમાં યુવાનો આવે તે માટે એક રોબોટની મદદ લેવામાં આવી રહી છે. 7 લાખ પાઉન્ડ (અંદાજે 6.5 કરોડ રૂપિયા)ની કિંમતના આ રોબોટનું નામ 'કેનન' છે. આ કેનન રોબોટ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને બૌદ્ધ ધર્મ વિષે જાણકારી આપે છે અને ઉપદેશ આપે છે. ક્યોટોના કોડાઈજી મંદિરમાં આ રોબોટને રાખવામાં આવ્યો છે. આ મંદિર ઈ.સ. 1619માં ખોલવામાં આવ્યું હતું.

 

1.95 મીટર લાંબો અને 59 કિલો વજનનો રોબોટ 
આ રોબોટની લંબાઈ 1.95 મીટર અને વજબ 59 કિલોગ્રામ છે. આ રોબોટની જમણી આંખમાં એક વીડિયો કેમેરો લગાવવામાં આવ્યો છે, જેની મદદથી તે લોકો સાથે આઈ કોન્ટેક્ટ કરી શકે છે. આ સાથે જ રોબોટ જાપાની ભાષામાં ઉપદેશ આપે છે પરંતુ તેને અંગ્રેજી અને ચાઈનીઝ ભાષામાં ભાષાંતર કરી શકાય છે.

 

બૌદ્ધ ધર્મના પ્રચાર - પ્રસારમાં મદદ કરશે 
યુવાનોને બૌદ્ધ ધર્મની જાણકારી આપવા માટે મંદિરના પુજારીઓએ ઓસાકા યુનિવર્સિટીમાં ઇન્ટેલિજન્સ રોબોટિક્સના પ્રોફેસર હિરોશી ઈશીગુરોનો સંપર્ક કર્યો. ઈશીગુરોની મદદથી જ આ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો