ના હોય / યુવતીની આંખમાં ઘૂસી ગઇ હતી ચાર મધમાખીઓ, સતત ચાર કલાક સુધી પીતી રહી આંસુ

એમએસ હી અને તેની આંખમાં ઘૂસેલી મધમાખીઓ
એમએસ હી અને તેની આંખમાં ઘૂસેલી મધમાખીઓ

divyabhaskar.com

Apr 09, 2019, 04:24 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તાઇવાનના કોહસુંગ નામના ગામમાં રહેતી એમએસ હી નામની 20 વર્ષીય યુવતીની આંખમાં ચાર જીવતી મધમાખીઓ ઘૂસી ગઈ હતી. જે હીની આંખમાં બેસીને આંસુ પીતી હતી. મધમાખી ઘૂસવાથી તેની આંખમાં ખંજવાળ અને સોજો આવ્યો હતો. તે ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. ડોક્ટરે જ્યારે ચેક-અપ કર્યું ત્યારે દંગ રહી ગયા હતા.

કેવી રીતે ઘૂસી મધમાખી?
- આ ઘટના ગતસપ્તાહે બની હતી. ઘટના વિશે જણાવતા એમએસ હી કહે છે કે, ‘હું ઘરના ગાર્ડનમાં ઉગેલું વધારાનું ઘાસ કાપતી હતી ત્યારે આ અચાનક જોરદાર પવન આવ્યો હતો. ત્યારે જ મારી આંખમાં કંઈક પડ્યું હતું અને મારી આંખમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મને લાગતું હતું કે મારી આંખમાં કંઇક કચરો પડ્યો હશે એટલે મેં પાણી વડે મારી આંખો સાફ કરી. પણ કંઈ ફરક પડ્યો નહીં ધીમે ધીમે આંખોમાં બળતરા વધતી ગઈ અને સતત પાણી નીકળતું જ હતું. મને અસહ્ય દુઃખાવો થતો હતો અને આંખમાં સોજો પણ આવી ગયો હતો એટલે હું તરત જ ડોક્ટર પાસે ગઈ હતી.’

ડોક્ટરે જણાવી કહાણી
- હોસ્પિટલના ઓપ્થાલૉમોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર હંગ ચી-ટિંગે દુનિયાનો આ પ્રથમ કેસ હોવાનું જણાવ્યું છે.
- ડો. હંગે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘સતત ચાર કલાક સુધી મધમાખીઓ તેની આંખમાં આંસુ પીતી હતી. જેને કારણે આંખમાં ઇન્ફેકેશન ફેલાઈ ગયું હતું અને તેનો આંખનો પડદો સોજી ગયો હતો.’
- ડોક્ટર હંગે તેની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે, ‘ચેક-અપ વખતે તેની આંખમાં જોયું તો મને જીવજંતુના નાના-નાના પગ જેવું કંઈક દેખાયું. ત્યારબાદ મેં માઇક્રોસ્કોપની મદદથી તેનું ચેકઅપ કર્યું. ત્યારે હીની આંખમાં મેં મધમાખીઓ જોઈ હતી અને ચારેય મધમાખીઓને મરી ન જાય તે રીતે બહાર કાઢી હતી.’
- ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘સમુદ્રસ્તરથી 3,280 ફૂટ ઊંચે રહેતી આ મધમાખીઓ ‘સ્વીટ બી’ તરીકે ઓળખાય છે. આ પ્રજાતિની મધમાખીઓ માણસના પરસેવા અને આંસુઓથી આકર્ષાય છે અને એટલે જ તે એમએસ હીની આંખોમાં ઘૂસી ગઈ હતી.’
- મધમાખી કાઢી લીધા પછી ડોક્ટરએ હીની આંખનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે ઇન્ફેક્શનને કારણે તેની આંખના પડદામાં થોડું નુકસાન થયું છે. પરંતુ હાલ હીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

X
એમએસ હી અને તેની આંખમાં ઘૂસેલી મધમાખીઓએમએસ હી અને તેની આંખમાં ઘૂસેલી મધમાખીઓ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી