તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગર્ભા વેઈટ્રેસને પોલીસે રૂ. 7000ની ટિપ આપી નોંધ લખી, આ ભેટ તમારા પહેલા બાળક માટે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ન્યૂ જર્સી: દરેક સ્ત્રી માટે બાળકને જન્મ આપવો એ સૌથી સુખદ અનુભૂતિ હોય છે. ન્યૂ જર્સીની એક રેસ્ટોરાંમાં કામ કરતી સગર્ભા વેઈટ્રેસને એક પોલીસ ઓફિસરે તેના ભાવિ બાળક માટે મોટી રકમની ટિપ આપી છે. ઈંગ્લિશ ન્યૂ જર્સીના ગ્લૂસેસ્ટર ટાઉનશિપના લેમ્પપોસ્ટ રેસ્ટોરાંમાં 23 વર્ષની કર્ટની વેઈટ્રેસ છે. તેના પેટમાં આઠ મહિનાનો ગર્ભ હતો અને તે આવનારા બાળકના ભવિષ્ય માટે પૈસા કમાવા માટે કામ કરી રહી હતી. 


ટિપ આપનાર પોલીસે પોતાનું નામ જાહેર ન કરવાનો આગ્રહ કરતાં જણાવ્યું કે લંચ કરવા માટે તે રેસ્ટોરાંમાં ગયો હતો. જ્યારે તે લંચ કરી રહ્યો હતો ત્યારે કર્ટની અન્ય ગ્રાહકો સાાથે વાત કરી રહી હતી. તે પોતાના આવનારા બાળકને લઈને ખૂબ ઉત્સાહિત હતી. પોલીસ ઓફિસરે જણાવ્યું કે, તે પોતે થોડા સમય પહેલાં જ એક બાળકનો પિતા બન્યો હતો એટલે કર્ટનીની લાગણી જોઈને ભાવુક થઈ ગયો. એક બાળક જ્યારે આપણે ત્યાં જન્મે છે તે બહુ મહત્ત્વપૂર્ણ દિવસ હોય છે. પોતે જ્યારે પિતા બન્યો ત્યારથી તેની જિંદગી બદલાઈ ગઈ છે. 

 

રેસ્ટોરાંના માલિક નિક હિઓનાસે જણાવ્યું કે કર્ટનીને ખ્યાલ પણ નહોતો કે એક પોલીસ ઓફિસર તેના માટે કેટલાં નાણાં આપી ગયા છે. તેમણે લગભગ છસ્સો રૂપિયા (8.75 ડોલર)ના બિલ સાથે અંદાજે સાત હજાર રૂપિયા (100 ડોલર)ની ટિપ તેના માટે આપી હતી. તેની સાથે એક નાનકડી નોંધ પણ લખી હતી કે તમારા પહેલા બાળક માટે આ ભેટ. આ તમે ક્યારેય ભૂલી નહીં શકો. કર્ટની આ જાણીને ખૂબ ખુશ થઈ ગઈ હતી. તે નાણાં આપી જનાર પોલીસનો આભાર માનવા માગતી હતી. 

 

વેઈટ્રેસે કહ્યું કે, સામાન્ય રીતે એક શિફ્ટમાં તે સાત હજાર રૂપિયા કમાઈ લેતી હોય છે પરંતુ આ વખતે પહેલી ‌વખત એવું બન્યું છે કે એક ટેબલ પરથી જ તેને આટલી રકમ મળી હોય. તેણે કહ્યું કે, પહેલા મેં વિચાર્યું કે કદાચ ભૂલથી આમ બન્યું હશે. માટે મેં બિલિંગ કાઉન્ટર પર ચાર વખત પૂછ્યું કે કંઈ ભૂલ તો નથી થઈ રહી ને? પછી જ્યારે તેમણે મને બિલ દેખાડ્યું ત્યારે મને વિશ્વાસ થયો. કર્ટનીના પિતાએ પોલિસ અધિકારીનો આભાર વ્યક્ત કરતાં બિલની તસવીર ફેસબુક પર પોસ્ટ કરી દીધી. પરિણામે આ બાબત સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બની ગઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો