તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓકિનાવા ટાપુના લોકો સરેરાશ 100 વર્ષ જીવે છે, UNએ કહ્યું, ‘દુનિયાનો સૌથી સ્વસ્થ આઇલેન્ડ’ 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાનમાં આવેલો ઓકિનાવા ટાપુ - Divya Bhaskar
જાપાનમાં આવેલો ઓકિનાવા ટાપુ

અજબ-ગજબ ડેસ્કઃ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય 100 વર્ષ છે. તેમનું 100 વર્ષ જીવવાનું રહસ્ય જાણવા દુનિયાભરમાંથી 6 લાખ લોકો અહીં મુલાકાત લેવા આવે છે. આ રહસ્ય પાછળ કેટલીક વર્ષો જૂની આદતો છે. અહીં રહેતા બધા જ લોકો સવારે વહેલા ઊઠી પહેલા પોતાનું મનપસંદ કામ કરે છે. લાંબી ઉંમર માટે તેમની ખાણી-પીણી પણ જવાબદાર છે. દુનિયાભરમાં સૌથી સ્વસ્થ લોકો આ આઇલેન્ડ પર રહે છે. યુએનએ પણ આ આઇલેન્ડને દુનિયાનો સૌથી સ્વસ્થ આઇલેન્ડ ઘોષિત કર્યો છે. 

લાંબા આયુષ્ય પાછળના કારણો
અહીંના લોકોની લાંબી ઉંમર પાછળનું રહસ્ય તેમની બે આદતોમાં છુપાયેલું છે. સ્થાનિક ભાષામાં આ આદતોને ઇકિગાઈ અને મોઆઈ તરીકે ઓળખવામાં આવે છે. ઇકિગાઈ એક પ્રકારનો મંત્ર છે. ત્યાં રહેતા પરિવારના વડીલ દરેક સભ્યને આ મંત્ર શીખવાડે છે. આ મંત્ર સવારે વહેલા ઊઠી કામ કરવાની પ્રેરણા આપે છે. આ મંત્રનો મતલબ એ છે કે જ્યારે તમે સવારે ઊઠો છો તો તમારી ત્રણ વસ્તુઓ નક્કી હોવી જોઇએ -  જીવનમૂલ્ય, તમે શું કરવા માગો છે અને તમને કયું કામ કરવું સૌથી વધારે ગમે છે. અહીંના મોટાભાગના લોકો સવારે ઊઠીને પહેલા પોતાને ગમતું કામ કરે છે. બીજી પરંપરા મોઆઇ તરીકે ઓળખાતા સામાજિક રીતરિવાજો છે. જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે તેને હમઉમ્ર બાળકો સાથે ઓળખાણ કરાવવામાં આવે છે, ત્યાં સુધી તેને કોઈને મળવા દેવામાં આવતા નથી. જેનો મતલબ એવો થાય છે કે તેઓ આખી જિંદગી એકબીજાનો સાથ આપશે. આ લોકો દર બીજા-ત્રીજા દિવસે એકબીજાને મળતા હોય છે. આ ઉપરાંત જો કોઈને જરૂર હોય તો આર્થિક અને ભાવનાત્મક મદદ પણ કરતા હોય છે. 

ખાણી-પીણી પણ છે જવાબદાર
લાંબા જીવન પાછળ તેમની ખાણીપીણી પણ જવાબદાર છે. અહીં લોકો ભોજનમાં 67 ટકા જેટલાં શક્કરિયાં ખાય છે. જેમાં કેલરી અને કાર્બોહાઇડ્રેડ ઓછાં હોય છે. ઓકિનાવાના હેલ્થ રિપોર્ટર ડેવ આર્નુએલએ જણાવ્યું છે કે અહીં લોકો ભોજનમાં 12 ટકા ચોખા, 9 ટકા શાકભાજી અને 6 ટકા દાણાવાળા શાકભાજીઓનો ઉપયોગ કરે છે. લોકો પોતાના માટે જાતે જ શાકભાજી ઉગાડે છે. અહીં શાકભાજી ખરીદવાની પ્રથા જ નથી. બગીચામાં ઉગાડવામાં આવેલી શાકભાજીઓમાં બીમારી ફેલાવતા ફાઇટોએક્ટિવ કમ્પાઉન્ડ ઓછાં હોય છે. રિસર્ચમાં સાબિત થયેલું છે કે બગીચામાં શાકભાજી ઉગાડી ખાતા લોકોમાં ભૂલવાની બીમારીનો ખતરો 36 ટકા જેટલો ઓછો થઈ જાય છે. અહીં લોકો ભોજનમાં માત્ર 2 ટકા જેટલો જ માછલી અને મીટનો ઉપયોગ કરે છે. આ પરંપરાઓ અને આદતો અહીંના લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

ઘરડાં લોકોનું છે બેન્ડ
અહીંના લોકો પહેલેથી મહેનત કરવામાં માને છે એટલે કે અહીં રિટાયર્મેન્ટ જેવો કોઇ શબ્દ જ નથી. યૂએનના રિપોર્ટમાં ઓકિનાવાના વૃદ્ધો સૌથી સ્વસ્થ છે તેવું તારણ આવ્યું છે. અહીંના વૃદ્ધો દુનિયાના અન્ય વૃદ્ધો કરતાં 10 વર્ષ જવાન છે. આ દુનિયાની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં 100 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોનું મ્યુઝિક બેન્ડ છે. આ બેન્ડમાં જોડાવવા માટે ઓછામાં ઓછી 80 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. આ જિંદાદિલી પણ તેમને જીવવા માટે પ્રેરણારૂપ બને છે. 

અન્ય સમાચારો પણ છે...