તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ મહાશયે ગૂગલ અર્થ પર 'મેરી મી' લખીને પ્રપોઝ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: જાપાનના યાસાન નામના એક યુવાને પોતાની ગર્લફ્રેન્ડને અનોખી રીતે પ્રપોઝ કરીને તેનું દિલ જીતી લીધું હતું. યાસાને ગૂગલ અર્થની મદદથી જાપાનના નકશામાં 'મેરી મી' લખ્યું હતું. નકશા પર ડ્રોઈંગ કરવું સહેલું નહોતું, યાસાને તેના માટે 6 મહિનામાં 7000 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. આ અનોખા પ્રપોઝલની સાથે તેણે 'ગિનેસ વર્લ્ડ રેકોર્ડ' પોતાને નામ કરી દીધો છે. 

For over 10 years, Tokyo resident Yasushi “Yassan” Takahashi has been creating GPS art with @googleearth and #StreetView—but it was his very first drawing that was his biggest, in more ways than one → https://t.co/O9dYPHyauy pic.twitter.com/dEXmwp9suc

— Google (@Google) April 10, 2019

ગૂગલે યાસાનની સ્ટોરી તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. 

જીપીએસ આર્ટ 
યાસાન વર્ષ 2008માં જ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માગતો હતો,પરંતુ  તેની ઈચ્છા એ પળને યાદગાર બનાવવાની હતી. 10 વર્ષના રિસર્ચ બાદ તેણે ગૂગલ અર્થ અને સ્ટ્રીટ વ્યૂની મદદથી જીપીએસ આર્ટ બનાવ્યું. 

નોકરી
આ કામ માટે યાસાને તેની નોકરીને પણ તિલાંજલિ આપી દીધી, અને પ્રવાસ કરવાનું નક્કી કરી લીધું. તેણે હોક્કાઇડો દ્વીપથી યાત્રા શરુ કરી અને કાગોશિમા તટ પર પૂરી કરી હતી. 

યાસાનની ગર્લફ્રેન્ડે કહ્યું કે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે મારા માટે આટલું બધું કરશે ! હું તેના પ્રપોઝલને દિલથી સ્વીકારું છું.  

અન્ય સમાચારો પણ છે...