વાઇરલ / દુ:ખી દુકાનદારનો ફોટો ટ્વિટર પર વાઇરલ થયો, ખુદ ટ્વિટર ટીમે લીધી દુકાનની મુલાકાત, બિઝનેસ ખૂબ વધ્યો

divyabhaskar.com

Mar 13, 2019, 11:35 AM IST
Man tweets that his dad's new donut shop has no customers, response is overwhelming

અજબ-ગજબ ડેસ્ક: ટેક્સાસના મિઝૂરી શહેરમાં સોશિયલ મીડિયાનો સકારાત્મક પાવર સાબિત કરતું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. હાલમાં અહીં રહેનાર બિલીના પિતાએ પોતાના દીકરાના નામ પર બિલી'સ ડોનટ નામથી દુકાન ખોલી. દુકાનને લઇને તે ખુબ ઉત્સાહિત હતા અને જલ્દી જ તેે નવા પ્રકારની પેસ્ટ્રીઝ પણ શરૂ કરવાના હતા.પણ થોેડાક જ દિવસમાં તેમનો ઉત્સાહ ખતમ થઇ ગયો. કેમ કે તેમની દુકાનમાં આવનાર ગ્રાહકોની સંખ્યા ઘણી ઓછી હતી.તે આખો દિવસ દુકાનમાં નિરાશ થઇને બેસી રહેતા હતા. બિલી પિતાની આ હાલતથી દુ:ખી હતો. તે સતત વિતારતો હતો કે તે પોતાના પિતાના દુ:ખને કેવી રીતે દૂર કરે. તેણે એક દિવસ કાઉન્ટરની પાછળ ઉદાસ બેઠેલા પોતાના પિતાની તસવીર ખેંચી અને દુકાનના સરનામાની સાથે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું કે મારા પપ્પા ખુશ નથી કારણકે દુકાનમાં કોઈ આવતું નથી. ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પર ટીમે જવાબ આપ્યો કે અમે તમારા ડોનટને મિસ કરવા માગતા નથી. કાલે સવારે અમે આવીએ છીએ.

જ્યારે બિલીએ બિલી'સ ડોનટ નામના એકાઉન્ટમાં પ્રથમ તસવીર પોસ્ટ કરી તો માત્ર 71 ફોલોઅર હતા પણ થોડાક દિવસોમાં આ સંખ્યા 59,000 થઇ ગઇ. તેમના પિતાની ઉદાસ તસવીરને જોઇ લગભગ અઢી લાખ લોકોએ તસવીરને રિટ્વીટ કરી. આટલું જ નહીં આ સપ્તાહના અંતમાં ડઝન લોકો તેની દુકાનમાં ગયા અને ત્યાં જઇને ખુબ ડોનટ, પેસ્ટ્રીઝ અને કોલ્ડ ડ્રિંકની ખરીદી કરી. સોશિયલ મીડિયાના અનેક સેલિબ્રીટી પણ તેમના સ્ટોરમાં ગયા. જેમાં યુટ્યુબ સ્ટાર પણ સામેલ હતા.

X
Man tweets that his dad's new donut shop has no customers, response is overwhelming
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી