તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસ બિલાડીઓને ધ્યાનમાં રાખીને ઘરને રિનોવેટ કર્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પીટર કોહેન પાસે 1988 પહેલાં કોઇ જ બિલાડી ન હતી
 • અત્યારે કોહેન પાસે 22 બિલાડીઓ છે અને તે પોતાને એ બિલાડીઓના પિતા તરીકે ઓળખાવે છે
 • તે એવી બિલાડીઓને દત્તક લે છે જેમને કોઇ કારણોસર લોકો તરછોડી દેતા હોય છે

કેલિફોર્નિયા: કોઇ પણ પોતાના ઘરને રિનોવેટ કરાવતું હોય તો એનો પ્રયાસ હોય કે તે પોતાના માટે ખાસ સુવિધાઓ બનાવે પણ કોઇ પોતાના ઘરને બિલાડીઓના રમવા માટેનું મેદાન બનાવે એવું ભાગ્યે જ જોવા મળે. કેલિફોર્નિયાના સેન્ટા બાર્બરામાં રહેતા પીટર કોહેને કંઇક આવુ જ કર્યું છે. તેણે પોતાના ઘરને બિલાડીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરી નાખ્યું છે. કોહેન કોહેન બિલાડીઓને બહુ જ પ્રેમ કરે છે. તે એવી બિલાડીઓને દત્તક લે છે જેમને કોઇ કારણોસર લોકો તરછોડી દેતા હોય છે. જોકે, 1988 પહેલાં તેની પાસે કોઇ જ બિલાડી ન હતી. એ જ વર્ષે તેમણે જ્યારે નવા ઘરની ખરીદી કરી ત્યારે તેમને ઘરની સાથે બે બિલાડીઓ પણ ભેટમાં મળી હતી. બસ, પછી કોહેન એક બિલાડી પ્રેમી તરીકે જાણીતા થઇ ગયા. તેમણે પોતાનું આખું ઘર જ બિલાડીઓની જરૂરત મુજબ જ રિનોવેટ કરાવી નાખ્યું. તેમણે દીવાલો પર કેટવોક માટે પ્લેટફોર્મ પણ લગાવ્યું અને તેમની માટે અનેક પ્રકારની સુવિધાઓ પણ બનાવી. 

 

આ પછી તેમના ઘરને લોકો નેક્કો તરીકે ઓળખવામાં આવે છે. આ જેપનીઝ શબ્દનો અર્થ બિલાડીનું ઘર થાય છે. કોહેન અગાઉ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અત્યારે કોહેન પાસે 22 બિલાડીઓ છે અને તે પોતાને એ બિલાડીઓના પિતા તરીકે ઓળખાવે છે. આમાં મોટેભાગે એવી બિલાડીઓ છે જેમને લોકો તેમના વાળના રંગ અને વ્યવહારના કારણે અપનાવતા નથી. કોહેન હવે બિલાડીઓની એક બીમારી એફઆઇપીની સારવાર માટે પણ અભિયાન ચલાવી રહ્યા છે. પહેલાં આ બીમારીનો કોઇ ઇલાજ નહોતો, પણ પણ લગભગ 25 વર્ષના રિસર્ચ બાદ ચિકિત્સક આવી 50 બિલાડીઓને બચાવવામાં સફળ થયા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો