તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીએ મતદાન કરીને સોશિયલ મીડિયામાં સુંદર સંદેશો આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન ગુરુવાર 11 એપ્રિલે શરૂ થઈ ગયું..દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી યુવતી જ્યોતિ આમગેએ નાગપુરના વોટિંગ બૂથ પરથી મતદાન કર્યું હતું. જ્યોતિએ મતદાન કરીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે જેમાં તેણે દરેકને બીજા દરેક કામ મૂકીને પહેલા વોટિંગ કરવા જવાની વિનંતિ કરી છે. પોસ્ટ સાથે તેણે પોતાનો શાહી લગાવેલી આંગળી બતાવતો ફોટો પણ મૂક્યો છે. 

Maharashtra: World's smallest living woman, Jyoti Amge, casts her vote at a polling station in Nagpur. #IndiaElections2019 pic.twitter.com/QsLiaHMGMx

— ANI (@ANI) April 11, 2019

વર્ષ 2012માં રિયાલિટી શો બિગ બોસમાં તે સ્પેશ્યલ મહેમાન બનીને આવી હતી. 2011માં 25 વર્ષીય જ્યોતિએ 62.8 સેમી(2 ફુટ 1 ઈંચ)હાઈટ સાથે દુનિયાની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.
 

અન્ય સમાચારો પણ છે...