રેકોર્ડ / 49 વર્ષના દિવ્યાંગે એટલાન્ટિક મહાસાગર પાર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

divyabhaskar.com

Mar 12, 2019, 03:39 PM IST
Lee Spencer: Amputee Marine from Devon breaks Atlantic row record

  • હેલ્ધી ફીટ બોડી ધરાવતા વ્યક્તિના જુના રેકોર્ડને દિવ્યાંગ હોવા છતાં તોડી નાખ્યો
  • જુના રેકોર્ડ કરતા 36 દિવસ પહેલાં મહાસાગર પાર કરીને આ નવો રેકોર્ડ બનાવ્યો
  • ચેરિટી માટે ફાળો ઉઘરાવવાના ઉદેશથી આ ચેલેન્જ પૂર્ણ કરીને 50 લાખ રૂપિયાથી વધુનો ફાળો એકઠો કર્યો

લંડન: બ્રિટનના નૌકાદળ રોયલ મરીનના રિટાયર્ડ જવાન લી સ્પેન્સર 49 વર્ષના છે. તેઓ સૌથી ઝડપી એકલા એટલાન્ટિક મહાસાગર પાર કરીને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દિવ્યાંગ હોવા છતાં તેમને આ સિદ્ધિ હાંસલ કરી છે. હેલ્ધી ફીટ બોડીવાળા વ્યક્તિના જુના રેકોર્ડને સ્પેન્સરે દિવ્યાંગ હોવા છતાં તોડી નાખ્યો છે. હલેસાવાળી હોડી મારફતે તેમણે યુરોપથી સાઉથ અમેરિકા સુધીના સફરને 60 દિવસમાં પસાર કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન તેમણે લગભગ 5600 કિલોમીટરની યાત્રા કરી. જુના રેકોર્ડ કરતા 36 દિવસ પહેલાં મહાસાગર પાર કરીને આ અનોખો રેકોર્ડ બનાવ્યો.

સફર દરમિયાન તેમણે 40 ફીટ જેટલા ઉંચા મોજાઓ સહિતની કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કર્યો હતો. તેઓ એક ખંડથી બીજા ખંડ સુધી હલેસાવાળી હોડી મારફતે પહોંચનાર પહેલા દિવ્યાંગ બની ગયા છે. આખા દિવસમાં તેઓ માંડ 2 કલાકની ઊંઘ લેતા હતા. તેમણે કહ્યું કે, મને પૂરતી ઊંઘ નથી મળતી પણ 24 વર્ષ મરીનમાં હતો એટલે સખત મહેનતની આદત છે.

2014માં થયેલી એક દુર્ઘટના બાદ તેમના ડાબા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ કાપવો પડ્યો હતો. રોયલ મરીન ચેરિટી માટે ફાળો ઉઘરાવવાના ઉદેશથી તેમને આ ચેલેન્જ પૂર્ણ કરી. તેમને 50 લાખ રૂપિયાથી વધુ ફાળો એકઠો કર્યો.

X
Lee Spencer: Amputee Marine from Devon breaks Atlantic row record
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી