તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંગી એરપોર્ટ પર દુનિયાનો સૌથી ઊંચો ઇન્ડોર પાણીનો ધોધ ખુલ્લો મુકાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટના 10માંથી 5 માળ જમીનની નીચે આવેલા છે
  • છત પર સ્વિમિંગ પૂલ અને 24 કલાક ચાલતા થિયેટર છે 
  • રિનોવેશન માટે 4 વર્ષથી વધારે સમય લાગ્યો 
અજબ-ગજબ ડેસ્ક: 17 એપ્રિલે 'જ્વેલ' ચાંગી એરપોર્ટ પર દુનિયાનો સૌથી ઊંચો ઇન્ડોર પાણીનો ધોધ ખુલ્લો મુકાયો છે. ગુરુવારે મીડિયાને આ ફ્લોની એક ઝલક બતાવવામાં આવી હતી. આ ધોધની ઊંચાઈ 130 ફુટ છે. ચાંગી એરપોર્ટના રિનોવેશન પાછળ આશરે 8,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ એરપોર્ટ કોમ્પ્લેક્સના કુલ 10 માળ છે જેમાં 5 જમીનની નીચે અને 5 જમીનની ઉપર છે.જમીનની ઉપરના ફ્લોરમાં કુલ 280 દુકાનો છે. પ્રવાસીઓના ઝડપી ચેક-ઇનની સુવિધા પણ છે. તેની સાથે જ 130 કેબિનની હોટલ પણ છે. તેની છત પર બનેલ સ્વિમિંગ પૂલ, બે 24 કલાક ચાલતા થિયેટર અને શોપિંગ સ્પોટ પહેલાંથી જ ચર્ચિત છે.

આ ધોધ 130 ફૂટ ઊંચાઇથી પડે છે. સાંજે અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે. ઉદઘાટન પહેલાં 5 લાખ લોકોને વિશેષ પ્રિવ્યૂ ટિકિટ અપાઇ હતી. દુનિયાના દરેક વ્યક્તિ આ વ્યસ્ત એરપોર્ટ પર સૌથી ઊંચા ઇન્ડોર વોટર ફ્લોની મજા માણી શકશે.

એરપોર્ટ પર ચાર માળનો બગીચો બનાવાયો છે. ચર્ચિત આર્કિટેક્ટ મોશે સફ્દીએ તેને ડિઝાઇન કર્યું છે. તેના રિનોવેશનનું કામ 2014માં શરૂ થયું હતું. ચાંગી વિશ્વનું 7મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 2018માં અહીં 4 ટર્મિનલ પરથી 6.56 કરોડ પ્રવાસી પસાર થયા હતાં. શ્રેષ્ઠતાના મામલે ટોક્યો એરપોર્ટ બીજા અને દક્ષિણ કોર્યિનું ઇંચેઓન ત્રીજા સ્થાને છે. 

અન્ય સમાચારો પણ છે...