તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંધણની અછત સર્જાતાં મેક્સિકો પોલીસે સાઇકલો ભાડે લીધી, ઘોડા પર પેટ્રોલિંગ શરૂ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસકર્મી સાઇકલ પર પેટ્રોલિંગ કરવા લાગ્યા 
  • 1 દિવસમાં 45 લીટર પેટ્રોલ વપરાતું હતું માટે ખર્ચ ઘટાડવા સાઇકલની પસંદગી    

અજબ-ગજબ ડેસ્ક: મેક્સિકોના એક શહેરમાં ઇંધણની અછત સર્જાતાં પોલીસકર્મીઓ સાઇકલ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. પોલીસ તંત્રએ નગર નિગમ પાસેથી સાઇકલો ભાડે લીધી છે. પોલીસવડા જ્યોર્જ એમોર અમાડોરે કહ્યું કે શહેરમાં 40 ગેસ સ્ટેશન છે, જ્યાંથી અંદાજે 20 લાખ લોકો ઇંધણ ભરાવે છે. છેલ્લા 17 દિવસથી અહીં પેટ્રોલની ભારે અછત છે. તેથી 250 પોલીસકર્મી સાઇકલ પર પેટ્રોલિંગ કરે છે. અમારી પ્રાથમિકતા છે કે ફાયરબ્રિગેડ વિભાગ અને પોલીસના વાહનોમાં ઓછામાં ઓછું ઇંધણ વપરાય.

 

1 દિવસમાં 45 લીટર પેટ્રોલ વપરાય છે 
પોલીસ વડાએ કહ્યું કે એક વાહનમાં રોજ 45 લીટર અને બાઇકમાં 10 લીટર પેટ્રોલ વપરાય છે. આ ખર્ચ અને ઇંધણની બચત કરવા પોલીસકર્મીઓ શહેરમાં સાઇકલ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. 
 

અન્ય સમાચારો પણ છે...