જીનિયસ / 4 વર્ષની બાળકીનો IQ 140, દુનિયાના સૌથી સ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં બીજી સૌથી યુવા સભ્ય

four-year-old becomes the second youngest member of Mensa after achieving an IQ score of 140

divyabhaskar.com

Mar 14, 2019, 05:39 PM IST

લંડન: બ્રિટનના ઈવર શહેરની રહેવાસી ચાર વર્ષની બાળકી એલેના જ્યોર્જ સુપર જીનિયસ છે. તાજેતરમાં મેન્સા ટેસ્ટમાં એલેનાનો આઈક્યૂ સ્કોર 140 રહ્યો. સામાન્ય રીતે 4 વર્ષના બાળકનો આઈક્યૂ સ્કોર 90 થી 110 વચ્ચે હોય છે. એલેના મેન્સા સોસાયટીની બીજી સૌથી યુવા સભ્ય બની ગઈ છે. તેણે જાતે જ વાંચતા શીખ્યું છે. શાળામાં જતા પહેલાં જ તે મોટા પેરેગ્રાફ વાંચતા શીખી ગઈ હતી. જ્યારે 18 મહિનાની હતી ત્યારે નર્સરી જોડકણાંના શબ્દો અને નંબર બોલતી હતી. તે સ્ટોરી બુક જાતે વાંચી લે છે. આ ઉંમરે તે રોજ નવા શબ્દો શીખી રહી છે. 2 વર્ષની ઉંમરે તે યુટ્યુબ પર એન્ડલેસ નમ્બર્સ જેવા શો જોતી હતી. તેની ઉંમરના બાળકોની સરખામણીએ તે ખૂબ જ સ્માર્ટ છે. ટેસ્ટમાં તેને 7 વર્ષની ઉંમરના બાળકોને પૂછવામાં આવતા સવાલો પૂછાયા હતા.

એલેનાના પેરેન્ટ્સ જણાવે છે કે, એલેનાના જન્મ બાદ થોડા જ સમયમાં અમે જાણી ગયા હતા કે અમારી દીકરી બીજા બાળકો કરતાં અલગ છે. તે હંમેશાં એકદમ અલર્ટ રહેતી. 3 વર્ષની થઇ એ પહેલાં તો તેણે જાતે જ વાંચતા શીખી લીધું હતું. એલેનાને એક નાનો ભાઈ પણ છે.

શું છે મેન્સા?
મેન્સા ઇન્ટરનેશનલ સ્તરે હાઈ આઈક્યૂ ધરાવતા લોકોની સોસાયટી છે. આ ગ્રુપમાં દુનિયાભરના સૌથી જીનિયસ, સ્માર્ટ લોકોનો જ સમાવેશ થાય છે. દુનિયાની કુલ વસ્તીના માત્ર 2% જેટલા લોકો જ આ ગ્રુપનો હિસ્સો બની શકે છે. મેન્સા દ્વારા એક આઈક્યૂ ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં ઉંચો સ્કોર પ્રાપ્ત કરનાર લોકો જ આ ગ્રુપનો હિસ્સો બની શકે છે. હાલ આ ગ્રુપમાં દુનિયાભરના 1,34,000 લોકો છે જેમની ગણતરી દુનિયાના સૌથી સ્માર્ટ લોકોમાં થાય છે. આ ગ્રુપનો સૌથી નાનો સભ્ય અઢી વર્ષનું બાળક અને સૌથી મોટા સભ્ય 103 વર્ષના વૃદ્ધ છે.

X
four-year-old becomes the second youngest member of Mensa after achieving an IQ score of 140

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી