તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૃથ્વી કરતાં 30 લાખ ગણો મોટો બ્લેક હોલનો ફોટો ક્લિક કરવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્લેક હોલ પૃથ્વીથી 500 મિલિયન ટ્રિલિયન કિમી દૂર આવેલો છે 
  • ફોટો ક્લિક કરવા માટે દુનિયાભરમાં 8 ટેલિસ્કોપ ગોઠવ્યા હતા 
  • તેના વજન વિશે વૈજ્ઞાનિકો અજાણ છે   

અજબ-ગજબ ડેસ્ક: બ્લેક હોલ વિશે ઘણી વાર સાંભળ્યું હશે પરંતુ ખગોળ વૈજ્ઞાનિકોને અંતરિક્ષમાં તેનો ફોટો ક્લિક કરવામાં સફળતા મળી છે. પૃથ્વીથી 500 મિલિયન ટ્રિલિયન (એક મિલિયન એટલે દસ લાખ અને ટ્રિલિયન એટલે એક પાછળ બાર મીંડા) કિ.મી. દૂર આવેલા આ બ્લેક હોલની તસવીર ક્લિક કરવા વિશ્વમાં આઠ સ્થળે મહાકાય ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા હતા.

 

'મોન્સ્ટર' બ્લેક હોલ

40 અબજ કિ.મી.નો વ્યાસ ધરાવતો આ બ્લેકહૉલ પૃથ્વીથી ત્રણ મિલિયન ગણો મોટો છે, જેને વિજ્ઞાનીઓએ 'મોન્સ્ટર' નામ આપ્યું છે. એસ્ટ્રોફિઝિકલ જર્નલના તાજા અંકમાં આ મુદ્દે એક લેખ પ્રકાશિત થયા પછી દુનિયાને આ વાતની જાણ થઈ હતી.

 

વજનદાર બ્લેક હોલ
M87 આકાશગંગામાં આ બ્લેક હોલ મળ્યા પછી નેધરલેન્ડની રેડબુદ યુનિવર્સિટીના પ્રો. હેઇનો ફૉલ્કીએ આ પ્રયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રો. ફૉલ્કીએ કહ્યું હતું કે આ બ્લેક હોલ આપણા સમગ્ર સૌરમંડળથી મોટો છે. તેનું વજન સૂર્ય કરતાં 6.5 અબજ ગણું વધારે છે. હજુ સુધી વિજ્ઞાન તેનાથી વજનદાર બ્લેક હોલ વિશે જાણતું નથી. 

 

તારા કરતા વધારે પ્રકાશિત 

આ તસવીરમાં તમે અત્યંત તેજસ્વી 'રિંગ ઓફ ફાયર' જોઈ શકો છો. બ્લેકહૉલમાં જઈ રહેલા અત્યંત ગરમ ગેસના કારણે તેની આસપાસ પીળો રંગ દેખાઈ રહ્યો છે. એ રંગમાંથી આવી રહેલો પ્રકાશ આપણા અબજો તારા કરતાં પણ અનેકગણો વધારે છે, જેના કારણે આપણે તેને પૃથ્વી પરથી પણ જોઈ શકીએ છીએ. 

અન્ય સમાચારો પણ છે...