તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chinese Workers Sleep On Narrow Steel Bars 160 Feet Above The Ground On A Transmission Tower

કામ કરીને થાકેલા શ્રમિકો 160 ફૂટ ઊંચા વીજ ટાવર પર જ સૂઈ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: હાલમાં સોશિયલ મીડિયામાં ચીનના શ્રમિકોની કેટલીક તસવીરો ઘણી વાઈરલ થઈ રહી છે. આ ફોટામાં તેઓ કામ કરીને થાકી જતાં 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર પર જ સૂતેલા દેખાયા. આ શ્રમિકોએ પોતાની સુરક્ષા માટે જરૂરી તમામ ઉપકરણો પહેરી રાખ્યા હતા. ટાવર પર સૂવા માટે તેમણે પોતાને દોરીથી બાંધી રાખ્યા હતા.

ટાવર પર જ થાક ઉતારી લીધો 
આ શ્રમિકોનો એક વીડિયો શિઆઓ જિયાંગ નામની વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો હુનાન પ્રાંતના ચેનઝોઉ શહેરનો હોવાનું કહેવાય છે. જિયાંગે જણાવ્યું કે શ્રમિકો વીજળીનું કામ કરવા માટે ટાવર પર ચઢ્યા હતા. કામ પૂરું થયા બાદ તેઓ થાકી જતાં ત્યાં જ સૂઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...