તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાટાને 3 રૂપિયાની પેપર બેગ માટે ભરવો પડશે 9000 રૂપિયાનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે


નેશનલ ડેસ્કઃ ગ્રાહક કોર્ટે બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગના રૂપિયા લેવાને કારણે 9000 રૂપિયાનો દંડ ફટાકાર્યો છે. ચંડીગઢમાં બાટા કંપનીમાં ખરીદી કરવા ગયેલા એક ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા લીધા હતા એટલે ગ્રાહકે બાટા કંપની વિરુદ્ધ ગ્રાહકસેવા મંડળમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કોર્ટે બાટાને દંડ ફટકારી ફ્રી બેગ આપવાનો આદેશ કર્યો છે. 

કોર્ટે ફટકાર્યો દંડ
ચંડીગઢમાં સેક્ટર 23-બીમાં રહેતા દિનેશ પ્રસાદ બાટાના શોરૂમમાં બૂટ ખરીદવા ગયા હતા. ત્યારે બૂટ લીધા પછી તેમણે 402 રૂપિયા બીલ ચૂકવ્યું હતું. જો કે તેમણે બીલ ચેક કર્યું તો તેમાં 3 રૂપિયા પેપર બેગના 3 રૂપિયા લખેલા હતા. આ પછી દિનેશે ચંડીગઢના ગ્રાહક સેવા મંડળમાં બાટા કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પહેલા બાટા કંપનીએ દિનેશના તમામ આરોપો ફગાવ્યા હતા. જો કે ગ્રાહકમંડળે કંપનીને દોષી ગણાવતા દંડ ફટકાર્યો છે. 

કોર્ટે ફ્રી બેગ આપવાનો કર્યો આદેશ
દિનેશના જણાવ્યા અનુસાર તેણે પેપર બેગના 3 રૂપિયા પાછા માગતા કંપનીની સર્વિસીસ પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ગ્રાહકમંડળે જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી પેપરબેગના રૂપિયા લેવા ના લેવા જોઇએ. આ કંપનીની ખરાબ સર્વિસ આપવાની નિશાની છે. દરેક કંપનીએ પેપર બેગ ફ્રી આપવી જોઇએ. ગ્રાહકે મંડળે વધુમાં જણાવતા કહ્યું હતું કે જો કંપનીઓ સાચે જ પર્યાવરણ વિશે ચિંતા કરે છે તો તેમણે ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ કેરિંગ બેગ આપવી જોઈએ. આ સાથે બાટા કંપનીને ગ્રાહકને માનસિક રીતે હેરાન કરવા બદલ 4000 રૂપિયા આપવાનો દંડ ફટકાર્યો છે અને ગ્રાહકમંડળને 5000 રૂપિયા દંડ પેઠે આપવાનો આદેશ કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...