કોલકાતામાં રિક્ષા ડ્રાઈવર રિક્ષાની છત પર ગાર્ડન બનાવીને પર્યાવરણને બચાવવાનો સંદેશો આપી રહ્યો છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: ઘરની અગાસી પર ગાર્ડન હોવાના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે પરંતુ શું ક્યારેય રસ્તા પર હાલતો-ચાલતો ગાર્ડન તમે જોયો છે ! કોલકાતાના 50 વર્ષીય રિક્ષા ડ્રાઈવર વિજય પાલે તેની રિક્ષાની છત પર ગાર્ડન બનાવ્યો છે. આ રિક્ષા રસ્તા પરથી પસાર થતા દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચી રહી છે.

વૃક્ષો બચાવવાનો સંદેશો પહોંચાડવા માટે તેણે પોતાની રિક્ષાને પણ લીલો રંગ કર્યો છે. છત પરના આ ગાર્ડનથી રિક્ષાના મુસાફરોને પણ ઠંડકનો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...