તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઝાખસ્તાનમાં છેલ્લા 15 વર્ષથી જેલમાં માણસો સાથે કેદ છે રીંછ, મળી છે આજીવન કેદની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરકેદની સજા ભોગવી રહેલી માદા રીંછ ઇકેટરિના - Divya Bhaskar
ઉંમરકેદની સજા ભોગવી રહેલી માદા રીંછ ઇકેટરિના

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કઝાખસ્તાનના અસ્તાનામાં આવેલી જેલમાં એક માદા રીંછ ઉંમરકેદની સજા ભોગવી રહી છે. આ માદા રીંછે બે લોકો પર હુમલો કર્યો હતો. જેમાં તે ગુનેગાર સાબિત થઈ હતી અને કોર્ટે તેને ઉંમરકેદની સજા આપી હતી. તે છેલ્લા 15 વર્ષથી માણસો સાથે જેલમાં સજા ભોગવી રહી છે. 

જેલની ઓળખાણ છે કેત્યા
આ માદા રીંછનું નામ ઇકેટરિના છે, જેને જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ અને ત્યાંનો સ્ટાફ તેને કેત્યાના નામે બોલાવે છે. આ માદા રીંછને માણસોથી થોડે દૂર એક અલગ સેલમાં રાખવામાં આવી છે. માદા રીંછ માટે જેલમાં એક પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે. જેલના અધિકારીઓનું કહેવું છે કે આ રીંછની સુરક્ષા માટે તેમણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને છેલ્લા 15 વર્ષથી માદા રીંછ અહીં સજા ભોગવી રહી છે એટલે તે ઘણી સામાન્ય થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાત્યાને તેના ગુસ્સાભર્યા સ્વભાવને કારણે આ સજા મળી હતી, પણ હવે તે બિલકુલ શાંત છે. જેલના બીજા કેદીઓ પણ તેને મળવા આવી શકે છે. કાત્યા હવે જેલની ઓળખાણ બની ગઈ છે, એટલે જ જેલમાં તેની એક મૂર્તિ પણ મૂકવામાં આવી છે. હાલ તેને કૃત્રિમ રીતે માતા બનાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.  

કોર્ટે આપી ઉંમરકેદની સજા
આ માદા રીંછે વર્ષ 2004માં એક કેમ્પ સાઇટ પર બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જેમાં કાત્યાએ એક 11 વર્ષીય કિશોરને પગમાં બચકું ભર્યું હતું, જેને કારણે તે ઘાયલ થઈ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સિવાય તેણે એક 28 વર્ષના યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેને કોઈ સર્કસમાંથી તેને છોડી દેવામાં આવી હતી, ત્યારે તેણે માણસો પર હુમલા કર્યા હતા. એવામાં આસપાસમાં કોઈ પ્રાણીસંગ્રહાલય ન હોવાથી કોર્ટે તેને જેલમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...