તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GSTના 25 કર્મીઓ દર બુધવારે સાઇકલ પર ઓફિસે આવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30 સાઇકલ્સ માટે સ્પેશ્યલ પાર્કિંગ છે 
  • એક અઠવાડિયામાં કુલ 25 કિલોમીટર સાઇક્લિંગ કરે છે

વડોદરા: સુભાનપુરાની સેન્ટ્રલ જીએસટી ઓફિસ શહેરની એક માત્ર સરકારી ઓફિસ છે જેમાં સાઇક્લિંગની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ ઓફિસનું એક સાઇક્લિંગ ક્લબ છે, જેમાં 60 જેટલા સભ્યો સક્રિય છે, જેમાં સીજીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ છે. આ ગ્રૂપના 20થી 25 સભ્યો દર બુધવારે સાઇકલ પર ઓફિસે આવવાનો વણલખ્યો નિયમ કર્યો છે. એટલું જ નહીં આ સભ્યોએ આ માટે જીએસટી ભવનની નીચે 30 સાઇકલ્સ માટેની અલાયદી પાર્કિંગ સ્પેસ પણ બનાવી છે.
 

સેન્ટ્રલ જીએસટી ભવનના અધિકારી-કર્મચારીઓમાં સાઇક્લિંગ સામાન્ય છે. તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સોમ, બુધ અને શનિવારે સાઇક્લિંગ 15થી 25 કિલોમીટર જેટલું સાથે મળીને કરે છે. સાઇક્લિંગ પ્રવૃત્તિ એકાદ વર્ષથી છે. પણ સાઇકલ પર ઓફિસે આવવાનું હજી કેટલાક મહિનાઓ અગાઉ શરૂ કર્યું છે. આ વિશે ક્લબના સ્થાપક સભ્યો પૈકીના એક સંજય પટેલ કહે છે કે, ‘બુધવારે ઓફિસે સાઇકલ્સ લાવવાનો વિચાર મૂક્યો ત્યારે પાંચ સાત લોકો જ તૈયાર થયા હતા પણ પછી ધીમે ધીમે સંખ્યા વધવા માંડી છે. આજે 25થી 30 લોકો ઓફિસે સાઇકલ લઇને આવે છે. પણ જે અધિકારીઓને ફિલ્ડમાં જો ડ્યુટી હોય તો તે બુધવારે સાઇકલ લાવવાનું ટાળે છે.’ આ સાઇક્લિંગ ગ્રૂપના સભ્યો ક્રમશ: વધી રહ્યાં છે.

વડોદરામાં રવિવારે ગુજરાતભરના સી-જીએસટી કર્મીઓની સવારે 6 વાગ્યાથી મેગા સાઇક્લિંગ ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં વડોદરા ઉપરાંત અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વરના સીજીએસટી અધિકારી-કર્મચારીઓએ ભાગ લીધો હતો. મેગા ઇવેન્ટમાં 146 લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટના ફ્લેગ ઓફ પ્રિન્સિપલ કમિશર અજય ઉબાલેના હસ્તે કરવામાં આવ્યું હતું.

કોર્પોરેશન દ્વારા સ્ટેશન વિસ્તારમાં સાઇક્લિંગ પ્રોજેક્ટ આજથી ત્રણ વર્ષ પહેલા તૈયાર કર્યો હતો. આ માટે ટેન્ડર્સ પણ પાંચથી છ વાર મંગાવ્યા હતા પણ કોઇએ રસ ન લેતા આ પ્રોજેક્ટ રદ કરાયો હતો. ત્યારબાદ કમાટીબાગમાં 60 સાઇકલો મૂકીને સાઇક્લિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ સાઇકલોની ક્વોલિટી સારી ન હોવાથી તેનો ઉપયોગ પણ હવે નહીંવત્ થઇ ગયો છે. હવે ફરી એકવાર મોટર્સ અને પેડલ્ડ સાઇકલ્સનો પ્રોજેક્ટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...