તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 12 year old Thai Professional Makeup Artist Buys BMW On Her Birthday Using Own Money

12 વર્ષની મેકઅપ આર્ટિસ્ટે યુ ટયૂબની કમાણીમાંથી BMW કાર ખરીદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષની ઉંમરે મેકઅપ કરતા શીખી ગઈ હતી
  • ગયા વર્ષે લંડન ડેશન વીકમાં ભાગ લીધો હતો 

થાઈલેન્ડ: ઘણા લોકો 30-40 વર્ષ વટાવીને સારી આવક ચાલુ થયા બાદ લક્ઝુરિઅસ કાર ખરીદતા હોય છે, પરંતુ થાઈલેન્ડની 12 વર્ષની નેતહનાનનાં કેસમાં આ વાત બંધ બેસતી નથી.12માં બર્થડે પર તેણે પોતાની કમાણીમાંથી ખરીદેલી BMW કાર પોતાને જ ગિફ્ટ કરી હતી.
 

ચેંતાબુરી શહેરની રહેવાસી નેતહનાન વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. જાણીને નવાઈ લાગશે કે, જે ઉંમરે બાળકો રમકડાંથી રમતા હોય છે એટલે કે 3 વર્ષની ઉંમરે તે  મેકઅપ કરતા શીખી ગઈ હતી. દીકરીની મેકઅપ કરવામાં આટલી બધી ફાવટ જોઈને 5 વર્ષની ઉંમરે તેની  માતાએ યુ ટયૂબ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. ત્યારબાદ મેકઅપની ટિપ્સ અને વીડિયો તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરતી રહે છે.

આજે  નેતહનાનની યુટયૂબ ચેનલના અઢી લાખથી વધારે સબસ્ક્રાઈબર છે. ફેસબુકમાં તેના 80 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે. એટલું જ નહિ પણ, નેતહનાન લંડન ફેશન વીકમાં મેકઅપ કરવાવાળી સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...