તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ રોબોટ બાદ હવે રોબોટ કૂતરાનાં કારનામા, 10 રોબોટ કૂતરાઓએ વજનદાર ટ્રક ખેંચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકન એન્જીનિયરિંગ અને રોબોટિક્સ ડિઝાઇન કંપની બોસ્ટન ડાયનામિકે એક રોબોટ ડોગ તૈયાર કર્યો છે. આ રોબોટ ડોગ માત્ર ચાલવા, કૂદવામાં અને પગથિયાં ચડવામાં જ સક્ષમ છે એવું નથી, તે ભારે સામાન પણ ખેંચી શકે છે. કંપનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં 10 રોબોટ કૂતરા ટ્રક ખેંચી રહ્યા છે. આ રોબોટ ડોગ ઘણા જ શક્તિશાળી છે. ભવિષ્યમાં આ રોબોટ ડોગનો ઇમરજન્સી દરમિયાન ઉપયોગ થઇ શકશે.

 

આ રોબોટ ડોગ 25 કિલોનો છે અને તેની લંબાઈ ત્રણ ફીટની છે. તેમાં થ્રી-ડી વિઝન પણ સામેલ છે. રોબોટ ડોગમાં 17 જોઈન્ટ છે, જે તેને સ્ફૂર્તિલો બનાવે છે.

કંપનીના જણાવ્યા મુજબ, તે આ વર્ષના અંત સુધીમાં આ રોબોટ ડોગને માર્કેટમાં વેચાણ માટે લાવશે. જોકે, હજુ તેની કિંમતની જાણકારી જાહેર કરાઈ નથી.

કંપનીએ ઓલ ઇલેક્ટ્રિક સ્પોટ મિનિ ડોગને નવેમ્બર 2017માં રજૂ કર્યો હતો. કંપનીનું કહેવું છે કે, આ અત્યારસુધીનો સૌથી એડવાન્સ રોબોટ ડોગ છે. ફૂલ ચાર્જ થયા બાદ આ 90 મિનિટ સુધી કામ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...