અમેરિકા / 9 વર્ષનો કેડ 5 કિમીની રેસમાં ઉતર્યો, રૂટ ભૂલીને 10 કિમીની રેસમાં પહોંચ્યો અને તે રેસ જીતી ગયો

9 year old Cade Lovel join 5 km race but won 10 km at city of St. Paul, Minnesota in America

Divyabhaskar.com

Oct 07, 2019, 12:13 PM IST

સેન્ટ પોલ: અમેરિકાના મિનેસોટા રાજ્યના સેન્ટ પોલ શહેરમાં 5 કિમી રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસમાં હિસ્સો લેનાર લોકોમાં 9 વર્ષનો કેડ લોવલ ટોક ઓફ ધ ટાઉન રહ્યો. કેડ 5 કિલોમીટરની રેસમાં ઉતર્યો હતો પણ અધવચ્ચે રૂટ ભટકીને તે બીજી રેસમાં સામેલ થઇ ગયો જે 10 કિલોમીટરની હતી. અહીંયા લોકો તેને 5 કિલોમીટરની રેસમાં શોધી રહ્યા હતા અને પેલી બાજુ કેડએ 10 કિલોમીટરની રેસ ન માત્ર પૂરી કરી પરંતુ તે રેસ જીતી પણ ગયો. તેણે 48 મિનિટમાં 10 કિમીની રેસ પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું.

5 કિલોમીટરવાળી રેસમાં કેડ ભટકી ગયો છે એવી ખબર ત્યારે પડી જ્યારે બાકી બધા રેસર એક-એક કરીને ફિનિશ લાઈન ક્રોસ કરી ગયા પરંતુ ઘણી વાર લાગી છતાં કેડ ફિનિશ લાઈન સુધી પહોંચ્યો ન હતો.

આ બાજુ કેડની માતા પણ ફિનિશ લાઈન પર તેની રાહ જોઈ રહી હતી. જ્યારે તે ન આવ્યો તો તેની માતાથી લઈને રેસના આયોજકો બધાએ તેને શોધવાનું શરૂ કર્યું. બધા ઘણા પરેશાન હતા. ત્યારે જ કેડની માતાને 10 કિલોમીટર રેસના આયોજકનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે તેમનો દીકરો 10 કિમીની રેસ જીતી ચૂક્યો છે. ત્યારબાદ કેડની માતા ત્યાં પહોંચી હતી.

X
9 year old Cade Lovel join 5 km race but won 10 km at city of St. Paul, Minnesota in America
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી