તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પ્રિસ્કૂલ પિકાસો’નામથી ફેમસ 7 વર્ષના મિકાઈલનું પેન્ટિંગ 8 લાખ રૂપિયામાં વેચાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • મિકાઈલે 4 વર્ષની ઉંમરે પેન્ટિંગ બનાવવાનું શરુ કર્યું હતું
 • પાબ્લો પિકાસો સ્પેનના મહાન ચિત્રકાર હતા
 • મિકાઈલના ઇન્સ્ટાગ્રામ પર 48 હજારથી વધારે ફોલોઅર્સ છે

બર્લિન: જર્મનીના 7 વર્ષના બાળકની પેન્ટિંગ 8.51 લાખ રૂપિયામાં વેચાઈ છે. મિકાઈલ અકરની પેન્ટિંગને ખરીદવા માટે દુનિયાભરમાંથી લોકો બર્લિન આવ્યા હતા. મિકાઈલ માત્ર 4 વર્ષની ઉંમરે પેન્ટિંગ બનાવવાનું શરુ કર્યું હતું. પોતાના અનોખા ટેલેન્ટને કારણે તે માત્ર 3 વર્ષમાં આંતરરાષ્ટ્રીય આર્ટ વર્લ્ડમાં ફેમસ થઈ ગયો.

પિતાએ કેનવાસ બોર્ડ અબે પેન્ટિંગનોટ્સ સામાન ગિફ્ટ કર્યો હતો
જર્મનીમાં લોકો તેને ‘પ્રિસ્કૂલ પિકાસો’ કહે છે. પાબ્લો પિકાસો સ્પેનના મહાન ચિત્રકાર હતા. મિકાઈલના પિતાએ જ્યારે દીકરાનો ઇન્ટરેસ્ટ જોયો ત્યારે તેમને કેનવાસ, કલર અને બ્રશ ગિફ્ટ કર્યાં. 4 વર્ષના દીકરાનું પેન્ટિંગ જોઈને તેઓ દંગ રહી ગયા હતા. પિતાએ જણાવ્યું કે, 4 વર્ષની ઉંમરે તેણે જે પેન્ટિંગ બનાવ્યું હતું તે પહેલાં તો મને એવું લાગ્યું કે મારી પત્નીએ બનાવ્યું હશે, પણ મિકાઈલ એક પછી એક પેન્ટિંગ બનાવતો જ ગયો. તે એક ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે તે વાતમાં કોઈ શક નથી. હાલમાં જ તેણે જર્મનીના સ્ટાર ફૂટબોલર માનુઅલ નોયરનું પેન્ટિંગ બનાવ્યું હતું. આ પેન્ટિંગનું વેચાણ 8 લાખ રૂપિયામાં થયું અને આ રકમ પણ ચેરિટીમાં આપી દીધી.

ઇન્સ્ટાગ્રામ પર 48 હજારથી વધારે ફોલોઅર્સ
ગયા મહિને બર્લિનમાં એક પ્રાઈવેટ ગેલરીમાં મિકાઈલનાં પેન્ટિંગ પણ પ્રદર્શન માટે લગાવ્યા હતા. અહીં આવેલા લોકો 7 વર્ષના બાળકની આવડત જોઈને ચકિત થઈ ગયા હતા. મિકાઈલના પિતા તેના આર્ટ વર્ક મેનેજર છે. તેમની પોતાની એજન્સી છે. મિકાઈલે પોતાની બ્રાન્ડ પણ બનાવી છે. મિકાઈલ સોશિયલ મીડિયા પણ ઘણો એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 48 હજારથી વધારે ફોલોઅર્સ છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો