રાજસ્થાન / 14 બાળકના 65 વર્ષીય પિતાએ 55 વર્ષની મહિલા સાથે નિકાહ કર્યા

65 years old and father of 14 children married to 55 years old widow

  • 95 વર્ષની માતાએ આશીર્વાદ આપ્યા, 49 પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રી નિકાહના સાક્ષી બન્યા 

Divyabhaskar.com

Jun 10, 2019, 11:48 AM IST

નાગૌર: રાજસ્થાનમાં નાગૌરના મેડતા સિટીમાં અનોખા નિકાહ થયા. અહીં 14 બાળકના 65 વર્ષીય પિતાએ 55 વર્ષની વિધવા મહિલા સાથે નિકાહ કર્યા. 95 વર્ષની માતાએ પુત્ર-પુત્રવધૂને આશીર્વાદ આપ્યા. 14 સંતાન અને 49 પૌત્ર-પૌત્રી, દોહિત્ર-દોહિત્રી નિકાહના સાક્ષી બન્યા. આ નિકાહ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, મુખ્યત્યારસ્યાં ભાટી 14 સંતાનના પિતા છે.

8 વર્ષ અગાઉ તેમની પત્ની ભૂરી બાનોનું મૃત્યુ થઇ ગયું હતું. બીજી તરફ અજમેરના આમના ખાતૂનના પતિનું પણ થોડા સમય અગાઉ નિધન થઇ ગયું હતું. એવામાં બન્નેએ ઇદના તહેવાર પર અજમેરમાં નિકાહ કબૂલ કરી લીધા. આમના ખાતૂન એક સંતાનની માતા છે, જેને તે તેના ગામમાં જ છોડીને આવી છે. નિકાહ દરમિયાન સમગ્ર પરિવારની સાથે રાજકારણીઓ પણ બારાતમાં જોડાયા હતા .

મુખ્યત્યારસ્યાંના 14 સંતાનો પૈકી 7 દીકરા અને દીકરીઓ છે. તેઓ ભવન નિર્માણનું કામ કરે છે. તેઓ ભાજપ અલ્પસંખ્યક મોરચા મેડતા શહેર મંડળના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

X
65 years old and father of 14 children married to 55 years old widow
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી