રેકોર્ડ / 6 વર્ષીય બાળકે 2 કલાકમાં 3270 પુશ અપ કરીને રેકોર્ડ બનાવ્યો, ઇનામમાં નવું ઘર મળ્યું

Divyabhaskar.com

Jul 14, 2019, 04:06 PM IST

રશિયા: 6 વર્ષના ઇબ્રાહિમ લિયાનોવનું ટેલેન્ટ ભલભલાંને આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. રશિયાના બાળકે માત્ર 2 કલાકમાં 3270 પુશ અપ કરીને રેકોર્ડ બનાવ્યો છે. તેની આ સિદ્ધિને રશિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ હાલ ઇબ્રાહિમની આવડતના વખાણ કરી રહ્યા છે.

રશિયામાં સ્થાનિક સ્પોર્ટ્સ ક્લબ 'ચિંગિઝ' ઇબ્રાહિમની પુશ અપ કરવાની રીત જોઈને ઘણું પ્રભાવિત થયું છે. તેમણે ઇબ્રાહિમને ઈનામના રૂપે એક ઘર આપવાની જાહેરાત કરી છે.

સ્પોર્ટ્સ ક્લબમાં રોજ પુશ અપ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. ઇબ્રાહિમનો લક્ષ્ય હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનો છે. ઇબ્રાહિમે આ રેકોર્ડ બનાવવા માટે રોજ કરતાં પ્રેક્ટિસ પણ વધારી દીધી છે.

વર્ષ 2018માં એક પાંચ વર્ષના બાળકે રોકાયા વગર 4105 પુશ અપ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આ બાળકને તેની આવડત બદલ 24 લાખ રૂપિયાની મર્સીડીઝ કાર ભેટમાં મળી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી