તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 58 Year Old Vrinda Took The Resolution To Make Indore The Number 1 In Traffic In The New Year, Explaining The Rules Of Traffic For Two Hours Every Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્દોર શહેરમાં 58 વર્ષીય મહિલા રોજ સાંજે 2 કલાક વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપ અને અમેરિકામાં ટ્રાફિક નિયમોને જોઈને વૃંદાએ પોતાનાં શહેરમાં પણ લોકોને જાગૃત કરવાનું વિચાર્યું
  • વૃંદા ચાર રસ્તા પર વાહનચાલકોને ટ્રાફિનના નિયમો સમજાવે છે

ઈન્દોર: ભારતના સ્વચ્છ શહેર તરીકે ઈન્દોર શહેર મોખરે છે. આ શહેર હવે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં પણ પાછળ ન રહે તે માટે 58 વર્ષની મહિલા રોજના બે કલાક લોકોને જાગૃત કરે છે. વૃંદા યુરોપ અને અમેરિકાના ટ્રાફિક નિયમો જોઈને એટલી બધી પ્રભાવિત થઈ ગઈ કે તેણે પોતાના શહેરમાં લોકોને ટ્રાફિકના નિયમો સમજાવાનું બીડું ઉપાડી લીધું. 

કેલિફોર્નિયામાં ટ્રાફિક નિયમો અનુસરાય છે તો ઈન્દોરમાં કેમ નહીં !
નવા વર્ષની શરૂઆતથી તે રોજ સાંજે 4થી 6 ચાર રસ્તા પર ઊભા રહીને વાહનચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવે છે. તે એક કલાક વિજય નગર ચાર રસ્તા અને એક કલાક સયાજી ચાર રસ્તા પર ઊભી રહે છે. પોતાના આ પ્રયત્ન પર વૃંદાએ કહ્યું કે, ઈન્દોર શહેર સ્વચ્છતામાં નંબર એક છે. હવે ટ્રાફિક નિયમો અનુસરવામાં પણ નંબર વન બનાવીને રહીશું. હું ચાર વર્ષ પહેલાં કેલિફોર્નિયા ગઈ હતી. કેબથી હું હોટેલ સુધી જઈ રહી હતી તે દરમિયાન આખો રસ્તો ખાલી હતો. એક પણ કાર હતી નહીં, તેમ છતાં કેબ ડ્રાઈવરે રેડ સિગ્નલ થતાંની સાથે બ્રેક મારી દીધી. વિદેશી લોકો જે રીતે ટ્રાફિકના નિયમો અનુસરે છે તે જોઈને હું પ્રભાવિત થઈ ગઈ.

વૃંદાને ફેમિલીનો પણ સપોર્ટ
વૃંદાના આ નિર્ણયમાં તેના પરિવારે પણ પૂરો સાથ આપ્યો. તેના પતિ બીએસએનએલના નિવૃત્ત કર્મચારી છે. ત્રણ દીકરીઓમાંની મોટી દીકરી દિવ્ય સિંગાપોરમાં ઈન્ડિયન એમ્બસીમાં કાર્યરત છે. બીજી દીકરી નિકિતા સિવિલ જજ અને નાની દીકરી પરિધિ કમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો