પર્યાવરણ પ્રેમ / નેધરલેન્ડમાં તમામ 316 બસ સ્ટોપ્સની છત પર છોડ લગાવવામાં આવ્યા, મધમાખીના અભ્યારણ્ય તરીકે વિકસિત કરાશે

316 Dutch Bus Stops Are Getting Green Roofs Covered in Plants as a Gift For Honeybees
316 Dutch Bus Stops Are Getting Green Roofs Covered in Plants as a Gift For Honeybees
316 Dutch Bus Stops Are Getting Green Roofs Covered in Plants as a Gift For Honeybees

Divyabhaskar.com

Jul 10, 2019, 06:03 PM IST

અજબ-ગજબ ડેસ્ક: નેધરલેન્ડના યુટ્રેક્ટ શહેરના તમામ 316 બસ સ્ટોપ્સની છત પર સેડમ છોડ લગાવવામાં આવ્યા છે. આ બસ સ્ટોપ્સને બી સ્ટોપ્સ (bee stops)માં બદલી દેવાયા છે. પ્રશાસનનું કહેવું છે કે, આ અભિયાનથી માત્ર બસ સ્ટોપ્સ સારા દેખાશે એવું નથી, પરંતુ આ છોડ બસ સ્ટોપ્સની આસપાસની હવાને પણ સાફ રાખવામાં મદદ કરશે. આ સિવાય વરસાદના પાણીને સ્ટોર કરવામાં મદદ મળશે. આનાથી ઉનાળામાં બસ સ્ટોપ્સ પર ઠંડક પણ રહેશે. આને મધમાખીઓના અભ્યારણ્ય તરીકે પણ વિકસિત કરી શકાય છે.

શહેરની બાયોડાઇવર્સિટી વધશે
સરકારનું કહેવું છે કે, શહેરમાં બસ સ્ટોપ્સની ગ્રીન છત બી સ્ટોપ્સ પણ હશે. તેનાથી શહેરની બાયોડાઇવર્સિટીમાં પણ વધારો થશે. આનાથી મધમાખીઓ સહિત બીજા જીવજંતુને પણ મદદ મળશે.

બસની છત પર પણ છોડ લગાવવામાં આવશે
બસ સ્ટોપ્સની સફળતા બાદ હવે બસની છતને પણ ઇકો ગ્રીન બનાવવાની તૈયારી છે. આગામી વર્ષોમાં શહેરના દરેક બસ સ્ટોપ પર સિંગલ સોલર પેનલ પણ લગાવવામાં આવશે. આ પહેલાં ફેબ્રુઆરીમાં ત્યાંની ચાલુ બસોને બંધ કરીને ઈ-બસ શરૂ કરવાની જાહેરાત થઇ હતી, પરંતુ તેના પર અમલ થયો નહીં.

છોડ અને સોલર સિસ્ટમ પર સબસિડી મળી રહી છે
સરકારે લોકોને તેમના ઘરની છત પર છોડ લગાડવા માટે અને સોલર સિસ્ટમ લગાવવા માટે સબસિડી આપવાનું જાહેર કર્યું છે. સબસિડીનો લાભ મેળવવા માટે છત 20 વર્ગ મીટરની હોવી જોઈએ.

X
316 Dutch Bus Stops Are Getting Green Roofs Covered in Plants as a Gift For Honeybees
316 Dutch Bus Stops Are Getting Green Roofs Covered in Plants as a Gift For Honeybees
316 Dutch Bus Stops Are Getting Green Roofs Covered in Plants as a Gift For Honeybees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી