• Home
  • Ajab Gajab
  • Interesting
  • 20 year old Pankaj inspires people to take care of environment by taking plants on his back and wearing an oxygen mask.

પહેલ / 20 વર્ષનો પંકજ પીઠ પર છોડ લઈને અને ઓક્સિજન માસ્ક લગાવીને પર્યાવરણના જતન માટે પ્રેરણા આપે છે

  • પંકજ છેલ્લા 6 મહિનાથી લોકોને જાગૃત કરી રહ્યો છે
  • પંકજ તમામ લોકોને વૃક્ષોથી મળતા ઓક્સિજનનું મહત્ત્વ સમજાવે છે

Divyabhaskar.com

Dec 02, 2019, 08:14 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હી અને NCRમાં પ્રદૂષણની સમસ્યા વધતી જ જાય છે. આ સમસ્યાથી બચવા માટે 20 વર્ષીય પંકજ પોતાની પીઠ પર છોડ અને ઓક્સિજન માસ્ક લઈને લોકોને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સલાહ આપી રહ્યો છે. પંકજ લોકોને છોડથી મળતા ઓક્સિજન વિશે માહિતી આપે છે.

પંકજ તેની પીઠ પર આર્ટિફિશિયલ છોડનો જાર (કાચની બરણી) લઈને ફરે છે. આ જારથી એક ટયૂબ માસ્ક સાથે જોડવામાં આવી છે, જે ઓક્સિજન સપ્લાયને પ્રતિત કરે છે. પંકજ લોકોને પર્યાવરણનું જતન શા માટે જરૂરી છે તેની માહિતી આપીને જાગૃતતા ફેલાવી રહ્યો છે.

પંકજએ તેના ગાળામાં એક તક્તી પણ લટકાવી છે. આ તક્તી પર લખ્યું છે કે, 'વૃક્ષ બચાવો અને તેની રક્ષા કરો. નહીં તો આવું ભવિષ્ય હશે.' આ સંદેશ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખ્યો છે. પંકજ જયારે પર્યાવરણ બચાવવનાઓ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે ચાર રસ્તા પર પહોંચે છે તેને લોકો અજીબ નજરે જુવે છે તો કેટલાક લોકો તેની અવગણના કરે છે.

પંકજ પોતે બિહારનો રહેવાસી છે. પંકજ 8 મહિનાથી આવી રીતે જાગૃતતા ફેલાવવા માટે વિચાર કરી રહયો હતો. જુલાઈ મહિનાથી પંકજ આ રીતે લોકોને જાગૃત કરી રહ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી