હિમાચલ / મકર સંક્રાંતિ પર 5 કલાકમાં એક જ વાસણમાં 1995 કિલો ખિચડી બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

1950 kg of khichdi made in Tattapani for Guinness Book of World Records, thousands of people ate khichdi
1950 kg of khichdi made in Tattapani for Guinness Book of World Records, thousands of people ate khichdi

Divyabhaskar.com

Jan 15, 2020, 05:10 PM IST

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મકર સંક્રાંતિના તહેવાર પર એક વાસણમાં 1995 કિલો ખિચડી બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન પ્રદેશના પર્યટન વિભાગે કર્યું હતું. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ સ્થળ પર હાજર રહી હતી અને તેમણે રેકોર્ડ બન્યા બાદ સર્ટિફિકેટ પણ આપ્યું હતું.

25 શેફે પાંચ કલાકમાં ખિચડી તૈયાર કરી હતી. તેમાં 405 કિલો ચોખા, 190 કિલો દાળ, 90 કિલો ઘી, 55 કિલો મસાલા અને 1100 લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખિચડીને 8 ફીટ ઊંડી અને 650 કિલો વજનની કડાઈમાં તૈયાર કરવામાં આવી હતી.

25 હજાર લોકોએ ખિચડી ખાધી
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 25 હજાર લોકોને ખિચડી ખવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમ સતલજ નદીના કિનારે આવેલ તાતાપાની વિસ્તારમાં યોજાયો હતો જેને હિમાચલ પર્યટન વિકાસ નિગમ ગ્લોબલ ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

X
1950 kg of khichdi made in Tattapani for Guinness Book of World Records, thousands of people ate khichdi
1950 kg of khichdi made in Tattapani for Guinness Book of World Records, thousands of people ate khichdi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી