હિમાચલ પ્રદેશ / 12 વર્ષનો ગુરુદેવ 2:43 કલાકમાં 45 કિલોમીટર સાઈકલ ચલાવીને ‘દુનિયાનો યંગેસ્ટ બાઈસિકલ રાઈડર ઓન હિલ્સ’ બન્યો

12 year old Gurudev traveled 45 km in 2:43 hours to become world's youngest bicycle rider on hills

  • 4 વર્ષની ઉંમરે ગુરુદેવ વધારે અંતરનું સાઈક્લિંગ કરતો હતો
  • ભવિષ્યમાં તેને ઉના જિલ્લાથી દિલ્હી સુધી સાઈકલ લઈને જવું છે

Divyabhaskar.com

Jan 25, 2020, 12:52 PM IST

યૂથ ઝોન ડેસ્ક: હિમાચલ પ્રદેશમાં ઉના જિલ્લાના 12 વર્ષના છોકરાએ 2:43 કલાકમાં 45 કિલોમીટર સુધી સાઈકલ ચલાવીને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. ગુરુદેવ ઠાકુરે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં ‘યંગેસ્ટ બાઈસિકલ રાઈડર ઓન હિલ્સ’નો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. ગુરુદેવ રોજ ઉના જિલ્લાથી રાયપુર સુધી સાઈકલ ચલાવે છે. તેનો આગળનો લક્ષ્ય ઉના જિલ્લાથી દિલ્હી સુધી સાઈકલ ચલાવવાનો છે.

ગુરુદેવ હાલ 8મા ધોરણમાં ભણે છે.તે 4 વર્ષની ઉંમરથી સાઇક્લિંગ કરે છે. તેને સાઈક્લિંગ ઉપરાંત રોલર સ્કેટિંગનો પણ શોખ છે.

દીકરાના આ ટેલેન્ટ પર પિતા રાજકુમાર ઠાકુરે જણાવ્યું કે, મારા દીકરાએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ અપ્લાઇ કર્યું હતું, પણ તેની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી હોવાથી રેકોર્ડ તેને નામ થઈ શક્યો નહીં. જુલાઈ મહિનામાં તેણે 45 કિલોમીટર સુધી સાઈક્લિંગ કર્યું હતું, જેમાં તેને યંગ સાઈકલ રાઈડરનો અવોર્ડ મળ્યો હતો. ગુરુદેવનું સપનું ભવિષ્યમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું છે.

X
12 year old Gurudev traveled 45 km in 2:43 hours to become world's youngest bicycle rider on hills

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી