કેલિફોર્નિયા / 80 કિલોગ્રામ વજનનો 100 વર્ષીય કાચબો 800 બાળકોનો પિતા છે

100 year old turtle weighing 80 kg became father of 800 children

  • આ કાચબાએ લુપ્ત પ્રજાતિને બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે

Divyabhaskar.com

Jan 13, 2020, 11:31 AM IST

કેલિફોર્નિયા: કાચબાની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે તેવામાં 100 વર્ષના કાચબાની પ્રજાતિને બચાવવામાં મહત્ત્વની છે. 80 કિલોગ્રામ વજનનો કાચબો 1-2 નહીં, પણ 800 કાચબાનો પિતા છે.

આશરે 50 વર્ષ પહેલાં ગાલાપોગસ આઈલેન્ડ પર માત્ર બે મેલ કાચબા અને 12 ફિમેલ કાચબા હતા. તેવામાં વર્ષ 1965માં ડીએગો પ્રજાતિના એક મેલ કાચબાને કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા સાંતા ક્રૂઝ આઇલેન્ડના ઝૂમાં લાવવામાં આવ્યો હતો. તેને સૌથી પહેલાં 12 ફિમેલ કાચબા સાથે રાખવામાં આવ્યો.

ગાલાપોગસ આઈલેન્ડ પર કાચબાની 40 ટકા આબાદી વધી ગઈ
કાચબાની વસતી વધવાની શરૂઆત વર્ષ 2000થી થઈ. 800 કાચબાના જન્મમાં ડીએગોની મહત્ત્વની ભૂમિકા રહી છે. આશરે 5 દસકા સુધી પોતાની પ્રજાતિને બચાવવા અને વિસ્તારવામાં તેણે ફાળો આપ્યો. માર્ચ મહિનાથી તે આ કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે, હવે તેને પરત તેના ઘરે પેસિફિક મહાસાગરમાં આવેલ ગાલાપોગસ આઇલેન્ડ પર મોકલી દેવામાં આવશે.

X
100 year old turtle weighing 80 kg became father of 800 children

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી