મધ્ય પ્રદેશ / 100 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જગ્યા નહોતી, કલેક્ટરે પોતાના બંગલા પર બાળકોની સારવાર શરૂ કરાવી

100 anemic children not available in Sidhi district hospital; Collector stops at his bungalow
100 anemic children not available in Sidhi district hospital; Collector stops at his bungalow

Divyabhaskar.com

Jul 19, 2019, 11:26 AM IST

સીધી: મધ્ય પ્રદેશમાં સીધી શહેરના કલેક્ટરના ચારેકોરથી લોકો વખાણ કરી રહ્યા છે. બુધવારે 100થી પણ વધારે અનીમિયા રોગથી પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ પર સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી શકાય તેટલી જગ્યા ન હોવાને કારણે સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી જિલ્લા કલેક્ટર અભિષેક સિંહને આપી હતી. દરિયાદિલ એવા કલેક્ટરે આ બાળકોને તેમના પરિવાર સાથે પોતાના ઘરે બોલાવ્યાં અને ત્યાં તેમની સારવાર શરુ કરાવી.

દસ્તક અભિયાનમાં અત્યાર સુધી જિલ્લામાં અનીમિયાથી પીડિત કુલ 830 બાળકો ધ્યાનમાં આવ્યાં છે. જ્યારે વ્યક્તિના લોહીમાં રક્તક્ણની ઊણપ સર્જાય, ત્યારે અનીમિયા રોગ થાય છે.

'મારા બંગલામાં આશરો આપ્યો'
સીધી શહેરના કલેક્ટરે જણાવ્યું કે, દસ્તક અભિયાન હેઠળ દરેક અનીમિયા પીડિત બાળકની યોગ્ય સારવાર કરવામાં આવશે. બે દિવસમાં 800થી વધારે અનીમિયાથી પીડિત બાળકો સારવાર માટે હોસ્પિટલ ગયાં હતાં. હાલ 25થી 30 બાળકોમાં બ્લડ ટ્રાન્સફ્યૂઝન કર્યા બાદ તેમના જીવને કોઈ જોખમ નથી. બાકીમાં બાળકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. બુધવારે સિહાવલ વિસ્તારથી 100થી પણ વધારે બાળકો સારવાર માટે આવ્યાં હતાં. તેમને રાખવાની જગ્યા ન હોવાને લીધે મેં મારા બંગલામાં આશરો આપ્યો છે. સારવાર પછી તેમને ઘરે પહોંચાડી દેવામાં આવશે.

મુખ્યમંત્રીએ વખાણ કર્યા

મધ્ય પ્રદેશના સીએમ કમલનાથે ટ્વીટ કરીને કલેક્ટરના વખાણ કર્યા છે. તેમણે લખ્યું કે, બાળકોની રહેવાની વ્યવસ્થા કરવી એ બાબત સાચેમાં વખાણ કરવા લાયક છે.

X
100 anemic children not available in Sidhi district hospital; Collector stops at his bungalow
100 anemic children not available in Sidhi district hospital; Collector stops at his bungalow
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી