• Home
  • Ajab Gajab
  • Interesting
  • 10 rupees for selling saris only, women increased, increased crowds grew, police got to shut shop on fourth day

મુંબઈ / 10 રૂપિયાની સાડીનો સેલ લાગતાં જ મહિલાઓ ઉમટી, અફડાતફડી સર્જાતાં પોલીસને ચોથા દિવસે જ બંધ દુકાન જ કરાવવી પડી

Divyabhaskar.com

Jun 10, 2019, 06:02 PM IST

  • 90 રૂપિયાની સાડી માત્ર 10માં લેવા ઉમટી મહિલાઓ
  • દુકાનદારે કહ્યું, આખું વર્ષ કમાઈ જ છીએ એટલે સમાજસેવા માટે સેલ કર્યો
  • જો કે ભીડ વધતાં જ પોલીસે સુરક્ષાના કારણોસર બંધ કરાવ્યો

વીડિયો ડેસ્ક: એવું કહેવાય છે કે જે ક્યાંય જોવા પણ ના મળે તે ઉલ્હાસનગરમાં તો મળી જ જાય, બસ આજ શબ્દોને સાર્થક કરે તેવો નજારો મુંબઈના ઉલ્હાસનગરમાં આવેલી દુકાનમાં જોવા મળ્યો હતો. માત્ર 10 રૂપિયામાં સાડી વેચી રહેલા આ સેલે આખા મુંબઈમાં હલચલ મચાવી દીધી હતી. શહેરમાં ક્યાંક પણ સેલ લાગે ને મહિલાઓને ખબર ના હોય તેવું બને જ નહીં. એમાં પણ અહીં તો સાડીઓને સેલ હતો અને એ પણ માત્ર દસ રૂપિયામાં. બસ પછી રંગ ક્રિએશન નામની આ દુકાનમાં મહિલાઓથી લઈને મીડિયા પણ ઉમટી પડ્યું હતું. દુકાનદારના મતે આવો સસ્તો સેલ કરવાનું કારણ પણ સમાજસેવા જ હતી. જોતજોતામાં તો આ 10ની સાડીવાળો સેલ એટલો બધો પ્રચલિત થયો હતો કે ત્યાં મહિલાઓનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. દુકાનની અંદર તો જવાની જગ્યા જ નહોતી ને બહાર પણ એટલી લાઈનો કે ઠેર ઠેર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. અંતે પોલીસે પણ આકરી કાર્યવાહી કરીને સાત દિવસ ચાલનારા આ સેલના ચોથા દિવસે જ પાટિયા પડાવી દીધા હતા. આવું કરવાનું કારણ એક જ હતું કે આટલી ભીડને કારણે કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે. સેલ બંધ થઈ જતાં એવી મહિલાઓએ પોતાનો બળાપો કાઢ્યો હતો જે સવારથી લાઈનમાં ઉભી હતી ને તેમનો નંબર આવતાં જ પોલીસે દુકાન બંધ કરાવી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી