રશિયા / સાઈબીરિયામાં બરફમાં દબાયેલું વરુનું 40 હજાર વર્ષ જૂનું વરુનું માથું મળ્યું, દાંત અને વાળ આજે પણ સલામત છે

40 thousand year old severed head of Wolf discovered in Siberian Region of Russia
40 thousand year old severed head of Wolf discovered in Siberian Region of Russia
40 thousand year old severed head of Wolf discovered in Siberian Region of Russia

Divyabhaskar.com

Jun 13, 2019, 10:58 AM IST

અજબ-ગજબ ડેસ્ક: વૈજ્ઞાનિકોને સાઈબીરિયા બરફના પહાડોમાં દબાયેલું વરુનું માથું મળ્યું છે. 40 હજાર વર્ષ જૂનાં આ વરુનાં માથાંનાં વાળ અને દાંત આજ સુધી સુરક્ષિત છે. તેનું માથું 16 ઇંચ લાબું છે, જે સામાન્ય વરુનાં માથાં કરતાં આશરે બેગણું મોટું છે.

જોવાની વાત તો એ છે કે, શોધકર્તાઓને વરુનું માથું જ મળ્યું છે. તેની આજુબાજુની જગ્યા પર પણ તેના શરીરનાં કોઈ અવશેષો નથી મળ્યાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, વરુ પર કોઈ અન્ય પ્રાણીએ હુમલો કર્યો હશે, કારણકે રશિયામાં માનવ વસતી તો આશરે 32 હજાર વર્ષ પહેલાં આવી હતી.

રશિયાના વૈજ્ઞાનિક એલ્બર્ટે જણાવ્યું કે, મળી આવેલું વરુનું મસ્તિષ્ક ભલે 40 હજાર વર્ષ જૂનું હોય પણ તેની કોશિકાઓ નવા જેવી જ છે. આ વરુનું રિસર્ચ અત્યારનાં વરુ સાથે તુલના કરીને કરવામાં આવશે. રિસર્ચ કર્યા બાદ હજારો વર્ષોથી બદલાતી પરિસ્થિતિમાં વરુનો વિકાસ કેવી રીતે થયો તે ખબર પડશે.સીટી સ્કેન કરતા ખબર પડી હતી કે, વરુનું મગજ આજે પણ સુરક્ષિત હાલતમાં છે. વૈજ્ઞાનિકો હાલ વરુનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ જાણવા માટે કામે લાગી ગયા છે.

X
40 thousand year old severed head of Wolf discovered in Siberian Region of Russia
40 thousand year old severed head of Wolf discovered in Siberian Region of Russia
40 thousand year old severed head of Wolf discovered in Siberian Region of Russia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી